શરીરમાં યુરિક એસિડનું સ્તર વધતા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. યુરિક એસિડના કારણે મોટાભાગના લોકોમાં સાંધાના દુખાવાની સમસ્યા રહે છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે યુરિક એસિડનું સ્તર વધવાથી કિડનીની પર પણ અસર થાય છે. યુરિક એસિડનું વધતુ સ્તર કિડની માટે હાનિકારક છે. યુરિક એસિડનું સ્તર વધવાથી કિડનીમાં પથરીની સમસ્યા થઈ શકે છે. જે આગળ જતા પેશાબમાં બળતરા, ઓક્સિડેટીવ તણાવ અને ફાઇબ્રોસિસને પ્રોત્સાહન આપતા કિડનીની કામગીરીમાં ક્ષતિ પહોંચાડે છે.
ઘરેલુ ઉપચાર સમસ્યામાં અસરકારક
આમ, શરીરમાં યુરિક એસિડનું સ્તર કિડનીના કાર્ય પર સીધી અસર કરે છે. આ ઉપરાંત શરીરમાં યુરિક એસિડની વધતી જતી માત્રા અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. એટલે આ બાબત ધ્યાનમાં આવતા જ યુરિક એસિડનું સ્તર ઘટાડવા પ્રયાસ કરવા જોઈએ. શરીરમાં યુરિક એસિડનું સ્તર ઘટાડવા તમે દવાની મદદ લીધા વગર ઘરેલુ ઉપચાર કરી શકો છો. આ સમસ્યા દૂર કરવા આ ડ્રિંકસનું સેવન વધુ અસરકારક સાબિત થશે.
લીંબુ પાણી : યુરિક એસિડ ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. લીંબુમાં રહેલ વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ શરીરમાં યુરિક એસિડનું સ્તર ઘટાડ છે. તેનું સેવન શરીરને ડિટોક્સિફાય કરવા સાથે કિડનીની કામગીરીમાં વધારો કરે છે. ખાલી પેટે આ પાણીનું સેવન કરવાથી યુરિક એસિડ નિયંત્રણમાં રહે છે.
સફરજનનો રસ : સફરજનનો રસ કે જેને એપલ સાઇડર વિનેગર કહે છે. આ રસનું સેવન શરીરના pH સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે અને શરીરમાંથી યુરિક એસિડ દૂર કરે છે. તેમાં હાજર મેલિક એસિડ યુરિક એસિડને તોડવામાં મદદ કરે છે. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર ભેળવીને પીવાથી આ સમસ્યામાં લાભ થશે.
લીલી ચા : ગ્રીન ટી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે અને યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલા પોલીફેનોલ્સ શરીરમાં યુરિક એસિડનું ઉત્પાદન અટકાવે છે અને કિડનીને સ્વસ્થ રાખે છે. દરરોજ 1-2 કપ ગ્રીન ટી પીવાથી યુરિક એસિડ નિયંત્રણમાં રહે છે.
કાકડીનો રસ : કાકડીમાં પાણી ભરપૂર માત્રામાં હોય છે અને તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે . કાકડીનો રસ યુરિક એસિડને પાતળું કરે છે અને તેને કિડની દ્વારા બહાર કાઢે છે. તેમાં હાજર એન્ટીઑકિસડન્ટ અને વિટામિન્સ શરીરને ડિટોક્સિફાય કરે છે. દરરોજ એક ગ્લાસ કાકડીનો રસ પીવાથી યુરિક એસિડ ઓછું થઈ શકે છે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી. )