- એસેસમેન્ટ વર્ષ 2022-23માં 7 કરોડ સામે ડિસેમ્બર સુધીમાં ચાલુ વર્ષે 8.2 ટકા આઈટી રિટર્ન્સ ફઈલ થયાં
- સમાનગાળામાં રૂ. 10-25 લાખની આવક ધરાવતાં આઈટીઆરમાં 291 ટકા વૃદ્ધિ જોવાઈ
- ગિની ગુણાંક એ આવકની અસમાનતાના સૌથી વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા માપદંડોમાંનું એક છે
એસબીઆઈ રિસર્ચના એક નવા અભ્યાસ મુજબ તાજેતરના વર્ષોમાં આવકની અસમાનતામાં ઘટાડો થયો છે, જે વધતી આવક અને ભારતીય મધ્યમ વર્ગના આવકના ઉપરના વર્ગ તરફ્ના માઈગ્રેશનના વલણને સપોર્ટ કરે છે.
સરકારી એજન્સી સીબીડીટીના ડેટાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આવકવેરાનો આધાર વર્ષ પ્રમાણે વધતો જાય છે અને આકારણી વર્ષ 2022-23માં આવકવેરા રિટર્ન ફઇલ કરનારા લોકોની સંખ્યા વધીને 7.4 કરોડ પર પહોંચી હતી. જે એસેસમેન્ટ વર્ષ 2021-22માં 7 કરોડ પર હતી. આકારણી વર્ષ 2023-24 માટે, 31 ડિસેમ્બર 2023 સુધીમાં કુલ 8.2 કરોડ આવકવેરા રીટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતાં.
એસબીઆઈના અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે રૂ. 5 લાખથી રૂ. 10 લાખની વચ્ચેની આવક ધરાવતા વ્યક્તિગત કરદાતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલા આઇટીઆરમાં આકારણી વર્ષ (એવાય) 2013-14 અને 2021-22 માં 295 ટકાનો વધારો થયો છે, જે કુલ આવકની ઉચ્ચ શ્રોણીમાં સ્થળાંતરનો સકારાત્મક વલણ દર્શાવે છે. આ જ સમયગાળા દરમિયાન રૂ. 10 લાખથી રૂ. 25 લાખની આવક ધરાવતા લોકો દ્વારા દાખલ કરવામાં આવેલા આઇટીઆરની સંખ્યામાં પણ લગભગ 3 ગણો (291 ટકા) વધારો થયો છે.
ગિની ગુણાંક એ આવકની અસમાનતાના સૌથી વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા માપદંડોમાંનું એક છે. ગિની ગુણાંક સ્કોર 0 અને 1 ની વચ્ચે રહેલો છે, જ્યાં સંપૂર્ણ સમાનતા શૂન્યના ગિની ગુણાંકમાં પરિણમશે અને સંપૂર્ણ અસમાનતા 1 માં પરિણમશે. આ પગલાનો ઉપયોગ કરીને, એસબીઆઈ રિસર્ચે ગણતરી કરી છે કે આકારણી વર્ષ 2014-15 દરમિયાન ગિની ગુણાંક 0.472થી ઘટીને એવાય 2022-23 માટે 0.402 થઈ ગયો છે.
દરમિયાનમાં 10 કરોડ રૂપિયાથી વધુ આવક ધરાવતા ટોચના 2.5 ટકા કરદાતાઓનો હિસ્સો 2013-14ના 2.81 ટકાથી ઘટીને 2020-21માં 2.28 ટકા થયો છે. આ જ સમયગાળા દરમિયાન 100 કરોડ રૂપિયાથી વધુની આવક ધરાવતા ટોચના 1 ટકા કરદાતાઓનો હિસ્સો 1.64 ટકાથી ઘટીને 0.77 ટકા થયો છે. અહેવાલ નોંધે છે કે આવકની અસમાનતામાં ઘટાડો પિરામિડના તળિયે એક મોટા સ્થળાંતરને કારણે છે; નાણાકીય વર્ષ 2014માં સૌથી ઓછી આવક ધરાવતા વ્યક્તિગત આઇટીઆર ફાઇલર્સમાંથી 36.3 ટકા લોકોએ સૌથી ઓછી આવકનો બ્રેકેટ છોડી દીધો છે અને ઉપર તરફ્ શિફ્ટ થયા છે, જેના પરિણામે નાણાકીય વર્ષ 2014-21 દરમિયાન આવી વ્યક્તિઓની આવક 21.1 ટકા વધી છે.
એસબીઆઈના સંશોધન અહેવાલમાં મહિલા શ્રામબળની વધતી જતી ભાગીદારી, એમએસએમઇની આવકના સ્તરમાં વધારો અને કોવિડ રોગચાળા પછી વપરાશની બદલાતી પેટર્ન જેવી કે લોકો ફેર વ્હીલર્સ સાથે ટુ-વ્હીલર્સના સ્થાને અને ટ્રેક્ટર્સના વેચાણમાં વધારો જેવા મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેથી ભારતની મજબૂત આર્થિક રિકવરીને રેખાંકિત કરી શકાય અને ‘કે’ આકારની રિવર્સલ વૃદ્ધિની દંતકથાને તોડી શકાય, જ્યાં કેટલાક પસંદગીના ક્ષેત્રો સારું પ્રદર્શન દર્શાવતાં રહે છે. જ્યારે અન્યોમાં ઘટાડો ચાલુ રહે છે.


