- બ્રિટિશ PM ઋષિ સુનક સપ્તાહના અંતે ઇટાલીના પ્રવાસે
- ગેરકાયદેસર સ્થળાંતરિત બોટને રોકવાનું સુનાકે આપ્યું વચન
- સુનકે ઇટાલિયન PMમેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરી
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાકે કહ્યું કે દુશ્મનો યુરોપિયન સમાજને અસ્થિર કરવાનો પ્રયાસ કરી શકે છે. લોકોને જાણીજોઈને આપણા કિનારા પર લાવીને તેઓ ઈમિગ્રેશનનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે.
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સપ્તાહના અંતે ઇટાલીની મુલાકાતે છે. ઇટાલીમાં એક કાર્યક્રમમાં ઋષિ સુનકે ચેતવણી આપી હતી કે, ગેરકાયદેસર સ્થળાંતરથી યુરોપ પ્રભાવિત થવાનો ભય છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓને અપડેટ કરવાનો આ યોગ્ય સમય છે. વધુમાં સુનાકે કહ્યું કે દુશ્મનો યુરોપિયન સમાજને અસ્થિર કરવાનો પ્રયાસ કરી શકે છે. લોકોને જાણીજોઈને આપણા કિનારા પર લાવીને તેઓ ઈમિગ્રેશનનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે. સુનક ઇટાલિયન PM જ્યોર્જિયા મેલોનીની ઇટલી પાર્ટી દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.
PM સુનાકે ગેરકાયદેસર સ્થળાંતરિત બોટને રોકવાનું વચન આપ્યું છે. આ સ્થળાંતર કરનારાઓ મોટી સંખ્યામાં છે. બ્રિટિશ-ભારતીય વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ગુનાહિત ટોળકી તેમના ગેરકાયદેસર ધંધાને ચલાવવા માટે સસ્તા રસ્તાઓ શોધી કાઢશે. તેઓ આપણી માનવતાનું શોષણ કરશે. જ્યારે તેઓ લોકોને આ નૌકાઓમાં સમુદ્રમાં મૂકે છે ત્યારે તેઓ તેમના જીવનને જોખમમાં મૂકે છે અને તેના વિશે કંઈપણ વિચારતા નથી.
સુનકે તેમના ઇટાલિયન સમકક્ષ મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી હતી. આ દરમિયાન તેમણે ગેરકાયદેસર સ્થળાંતર અંગે પણ ચર્ચા કરી હતી. ડાઉનિંગ સ્ટ્રીટે આ બેઠક વિશે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે બંને નેતાઓએ ગુનાહિત દાણચોરી કરતી ગેંગ સામે લડવા અને યુરોપની સરહદો પર નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે સામૂહિક પ્રયાસોને મજબૂત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.


