- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી T20
- બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
- આ મેચમાં બંને ટીમોએ ત્રણ ફેરફાર કર્યા
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે. મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 માટે પ્લેઈંગ ઈલેવનમાં કુલ ત્રણ ફેરફાર કર્યા છે. આ સિવાય અફઘાનિસ્તાને પ્લેઈંગ ઈલેવનમાં પણ ત્રણ ફેરફાર કર્યા છે.
રોહિત શર્માએ ત્રીજી T20 માટે ઓલરાઉન્ડર અક્ષર પટેલ, વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પડતો મૂક્યો છે. હિટમેને વિકેટકીપર સંજુ સેમસન, ફાસ્ટ બોલર આવેશ ખાન અને સ્પિનર કુલદીપ યાદવને તક આપી છે. જોકે, ત્રીજી T20માંથી બહાર રહેલો અક્ષર પટેલ બીજી મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો.
ટોસ બાદ કેપ્ટને શું કહ્યું?
ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, “અમે પ્રથમ બેટિંગ કરીશું. અમે પ્રથમ બે મેચમાં બોલિંગ કરી હતી, તેથી આજે અમે પ્રથમ બેટિંગ કરીશું. અમને વિકેટ સાથે કોઈ મતલબ નથી. અમે અમારુ કોમ્બિનેશન અજમવવા માગીએ છીએ તેથી કેટલાક ખેલાડીઓને તક આપી છે. અફઘાનિસ્તાનના કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાને કહ્યું, “અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા. અમે આ સિરીઝમાંથી કેટલીક સકારાત્મકતા લીધી છે, અમે આજે કેટલાક વધુ પ્રયાસ કરીશું. અમે ત્રણ ફેરફાર પણ કર્યા છે.
બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન
ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (C), વિરાટ કોહલી, શિવમ દુબે, સંજુ સેમસન (Wk), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, આવેશ ખાન.
અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ(Wk), ઈબ્રાહીમ ઝદરાન(C), ગુલબદિન નાયબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, શરાફુદ્દીન અશરફ, કૈસ અહમદ, મોહમ્મદ સલીમ સફી, ફરીદ અહમદ મલિક


