By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IND VS AUS: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી મેચમાં ભારતની જીત, ભારતને સીરિઝ જીતી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IND VS AUS: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી મેચમાં ભારતની જીત, ભારતને સીરિઝ જીતી

agragujaratnews
Last updated: 2023/12/02 at 7:18 AM
2 years ago
Share
IND VS AUS: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી મેચમાં ભારતની જીત, ભારતને સીરિઝ જીતી
SHARE

  • ચોથી T20 મેચમાં ભારતની 20 રને જીત
  • રાયપુરમાં બંને ટીમ આવી હતી આમને-સામને
  • ભારતીય ટીમે સીરિઝ પોતાના નામે કરી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચોથી T-20 મેચમાં ભારતીય ટીમની 20 રને જીત થઈ છે. આ જીત સાથે ભારતીય ટીમે સીરિઝ પણ પોતાના નામે કરી છે. ઉલ્લેખનીય છે કે, આજની મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 174 રન બનાવ્યા હતા. જેથી ઓસ્ટ્રેલિયાની ટીમને 175 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે માત્ર 154 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનનું પ્રદર્શન

ઓસ્ટ્રેલિયાના ઓપનર જોશ ફિલિપે 7 બોલમાં 8, ટ્રેવિસ હેડે 16 બોલમાં 31, બેન મેકરડરમોટે 22 બોલમાં 19, આરોન હાર્ડીએ 9 બોલમાં 8, ટિમ ડેવિડે 20 બોલમાં 19, મેથ્યૂ શોર્ટે 19 બોલમાં 22, મેથ્યૂ વેડે 23 બોલમાં 36, બેન ડ્વારશુઈસે 2 બોલમાં 1 અને ક્રિસ ગ્રીને 3 બોલમાં 2 રન કર્યા છે.

ભારતના બોલર્સનું પ્રદર્શન

ભારત માટે અક્ષર પટેલે 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ, દીપક ચહરે 4 ઓવરમાં 44 રન આપીને 2, રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ અને આવેશ ખાને 4 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મુકેશ કુમારે 4 ઓવરમાં 42 રન આપ્યા છે.

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ

144/7 (19 ઓવર)- મુકેશ કુમારે પોતાની અંતિમ અને ઈનિંગની 19મી ઓવર નાખી છે. આ ઓવરમાં મુકેશ કુમારે 1 ફોર સાથે 9 રન આપ્યા છે.

135/7 (18 ઓવર)- આવેશ ખાને ભારતને 7મી સફળતા અપાવી છે. આવેશે 2 બોલમાં 1 રન કરનારા બેન ડ્વારશુઈસને બોલ્ડ કર્યો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે મેથ્યૂ વેડ 12 બોલમાં 19 રન કરીને અને ક્રિસ ગ્રીન 2 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. આવેશ ખાને આ ઓવરમાં વિકેટ લેવા સાથે માત્ર 7 રન આપ્યા છે.

128/6 (17 ઓવર)- દીપક ચહરે ભારતને છઠ્ઠી સફળતા અપાવી છે. ચહરે 19 બોલમાં 22 રન કરનારા મેથ્યૂ શોર્ટને આઉટ કર્યો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે મેથ્યૂ વેડ 9 બોલમાં 13 રન કરીને અને બેન ડ્વારશુઈસ 1 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.

122/5 (16 ઓવર)- મુકેશ કુમારે પોતાની ત્રીજી અને ઈનિંગની 16મી ઓવર નાખી છે. આ ઓવરમાં મુકેશ કુમારે 14 રન આપ્યા છે.

108/5 (15 ઓવર)- દીપક ચહરે ભારતને 5મી સફળતા અપાવી છે. ચહરે 20 બોલમાં 19 રન કરનારા ટિમ ડેવિડને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે મેથ્યૂ શોર્ટ 14 બોલમાં 17 રન કરીને અને મેથ્યૂ વેડ 2 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ચહરે આ ઓવરમાં વિકેટ લેવા સાથે 9 રન આપ્યા છે.

99/4 (14 ઓવર)- મુકેશ કુમારે પોતાની બીજી અને ઈનિંગની 14મી ઓવર નાખી છે. આ ઓવરમાં મુકેશ કુમાર થોડો મોંઘો સાબિત થયો છે. મુકેશ કુમારે આ ઓવરમાં 2 ફોર સાથે 9 રન આપ્યા છે.

90/4 (13 ઓવર) – રવિ બિશ્નોઈએ પોતાની અંતિમ અને ઈનિંગની 13મી ઓવર નાખી છે. આ ઓવરમાં રવિ બિશ્નોઈએ માત્ર 1 રન આપ્યો છે.

89/4 (12 ઓવર)- અક્ષર પટેલે ભારતને ચોથી સફળતા અપાવી છે. અક્ષરે 22 બોલમાં 19 રન કરનારા બેન મેકરડરમોટને બોલ્ડ કર્યો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે ટિમ ડેવિડ 14 બોલમાં 16 રન કરીને અને મેથ્યૂ શોર્ટ 4 બોલમાં 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. અક્ષરે આ ઓવરમાં 1 વિકેટ લેવા સાથે 6 રન આપ્યા છે.

83/3 (11 ઓવર)- રવિ બિશ્નોઈએ પોતાની ત્રીજી અને ઈનિંગની 11મી ઓવર નાખી છે. આ ઓવરમાં રવિએ માત્ર 7 રન આપ્યા છે.

76/3 (10 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 10 ઓવર બાદ 3 વિકેટના નુકસાને 76 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો ઓપનર ટ્રેવિસ હેડ 16 બોલમાં 31 રન કરીને, જોશ ફિલિપ 7 બોલમાં 8 રન કરીને અને આરોન હાર્ડી 9 બોલમાં 8 રન કરીને આઉટ થયો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે બેન મેકરડરમોટ 16 બોલમાં 10 રન કરીને અને ટિમ ડેવિડ 12 બોલમાં 14 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, અક્ષર પટેલે 3 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ અને રવિ બિશ્નોઈએ 2 ઓવરમાં 9 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત દીપક ચહરે 2 ઓવરમાં 29, મુકેશ કુમારે 1 ઓવરમાં 10 અને આવેશ ખાને 2 ઓવરમાં 16 રન આપ્યા છે.

66/3 (9 ઓવર)- અક્ષર પટેલે પોતાની ત્રીજી અને ઈનિંગની 9મી ઓવર નાખી છે. આ ઓવરમાં અક્ષરે માત્ર 5 રન આપ્યા છે. 

61/3 (8 ઓવર)- આવેશ ખાને પોતાની પ્રથમ અને ઈનિંગની 8મી ઓવર નાખી છે. આ ઓવરમાં આવેશે માત્ર 6 રન આપ્યા છે.

55/3 (7 ઓવર)- અક્ષર પટેલે ભારતને ત્રીજી સફળતા અપાવી છે. અક્ષરે 9 બોલમાં 8 રન કરનારા આરોન હાર્ડીને બોલ્ડ કર્યો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે બેન મેકરડરમોટ 7 બોલમાં 3 રન કરીને અને ટિમ ડેવિડ 3 બોલમાં 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.

52/2 (6 ઓવર)- રવિ બિશ્નોઈએ ભારત માટે ઓવર નાખી છે. આ ઓવરમાં રવિ બિશ્નોઈએ 1 ફોર સાથે 7 રન આપ્યા છે.

45/2 (5 ઓવર)- અક્ષર પટેલે ભારતને બીજી સફળતા અપાવી છે. અક્ષરે 16 બોલમાં 31 રન કરનારા ટ્રેવિસ હેડને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે.

42/1 (4 ઓવર)- રવિ બિશ્નોઈએ ભારતને પ્રથમ સફળતા અપાવી છે. રવિ બિશ્નોઈએ ઓસ્ટ્રેલિયાના ઓપનર જોશ ફિલિપને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ 13 બોલમાં 30 રન કરીને અને બેન મેકરડરમોટ 4 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. રવિ બિશ્નોઈએ આ ઓવરમાં વિકેટ લેવા સાથે 2 રન આપ્યા છે. 

40/0 (3 ઓવર)- દીપક ચહરે ભારત માટે ત્રીજી ઓવર નાખી છે. દીપક ચહરની આ ઓવર ખુબ મોંઘી રહી છે. ચહરે આ ઓવરમાં દીપક ચહરે 4 ફોર અને 1 સિક્સ સાથે 22 રન આપ્યા છે.

18/0 (2 ઓવર)- ભારત માટે મુકેશ કુમારે ઓવર નાખી છે. આ ઓવરમાં મુકેશ કુમારે 2 ફોર અને 2 વાઈડ સાથે 11 રન આપ્યા છે.

7/0 (1 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની ઈનિંગ શરૂ થઈ છે. જેથી ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ અને જોશ ફિલિપ ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ભારત માટે આ ઓવર દિપક ચહરે નાખી છે. દિપકે આ ઓવરમાં 7 રન આપ્યા છે.

ભારતની ઈનિંગ

174/9 (20 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી T-20 મેચમાં ભારતે 20 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 174 રન બનાવ્યા છે. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 175 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત માટે જયસ્વાલે 28 બોલમાં 37, ઋતુરાજે 28 બોલમાં 32, અય્યરે 7 બોલમાં 8, સૂર્યકુમાર યાદવે 2 બોલમાં 1, રિંકૂ સિંહે 29 બોલમાં 46, જિતેશ શર્માએ 19 બોલમાં 35 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, આરોન હાર્ડીએ 3 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ, બેન મેકરડરમોટે 4 ઓવરમાં 40 રન આપીને 3 વિકેટ, તનવીર સાંઘાએ 4 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ અને જેસન બેહરનડોર્ફે 4 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત ક્રિસ ગ્રીને 4 ઓવરમાં 36 અને મેથ્યૂ શોર્ટે 1 ઓવરમાં 10 રન આપ્યા છે.

168/6 (19 ઓવર)- બેન ડ્વારશુઈસે ભારતને 5મો ઝટકો આપ્યો છે. બેન ડ્વારશુઈસે 19 બોલમાં 35 રન કરનારા જિતેશ શર્મા અને 1 બોલમાં શૂન્ય રન કરનારા અક્ષર પટેલને આઉટ કર્યો છે.

161/4 (18 ઓવર)- જેસન બેહરનડોર્ફ ઓસ્ટ્રેલિયા માટે ઓવર નાખી છે. આ ઓવરમાં જેસન બેહરનડોર્ફ 2 ફોર સાથે 14 રન આપ્યા છે.

147/4 (17 ઓવર)- આરોન હાર્ડીએ ઓસ્ટ્રેલિયા માટે ઓવર નાખી છે. આ ઓવરમાં આરોને 1 ફોર અને 1 સિક્સ સાથે 13 રન આપ્યા છે.

134/4 (16 ઓવર)- તનવીર સાંઘાએ પોતાની અંતિમ અને ઈનિંગની 16મી ઓવર નાખી છે. આ ઓવરમાં તનવીરે માત્ર 5 રન આપ્યા છે.

129/4 (15 ઓવર)- ક્રીસ ગ્રીને પોતાની અંતિમ અને ઈનિંગની 15મી ઓવર નાખી છે. આ ઓવરમાં ક્રિસ ગ્રીને 2 સિક્સ સાથે 14 રન આપ્યા છે.

115/4 (14 ઓવર)- તનવીર સાંઘાએ ભારતને ચોથો ઝટકો આપ્યો છે. તનવીરે 28 બોલમાં 32 રન કરનારા ઋતુરાજ ગાયકવાડને આઉટ કર્યો છે. હવે ભારત માટે રિંકૂ સિંહ 16 બોલમાં 27 રન કરીને અને જિતેશ શર્મા 3 બોલમાં 3 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.

107/3 (13 ઓવર)- બેન ડ્વારશુઈસે ઓસ્ટ્રેલિયા માટે ઓવર નાખી છે. આ ઓવરમાં બેન ડ્વારશુઈસે 14 રન આપ્યા છે.

93/3 (12 ઓવર)- મેથ્યૂ શોર્ટે પોતાની પ્રથમ અને ઈનિંગની 12મી ઓવર નાખી છે. આ ઓવરમાં મેથ્યૂ શોર્ટે 1 સિક્સ સાથે 10 રન આપ્યા છે.

83/3 (11 ઓવર)- ક્રીસ ગ્રીને પોતાની ત્રીજી અને ઈનિંગની 11મી ઓવર નાખી છે. આ ઓવરમાં ગ્રીને માત્ર 4 રન આપ્યા છે. 

79/3 (10 ઓવર)-  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી T-20 મેચમાં 10 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 10 ઓવર બાદ ભારતને 3 વિકેટના નુકસાને 79 રન બનાવ્યા છે. ભારતનો ઓપનર યશસ્વી જયસ્વાલ 28 બોલમાં 37 રન કરીને, શ્રેયસ અય્યર 7 બોલમાં 8 રન કરીને અને સૂર્યકુમાર યાદવ 2 બોલમાં 1 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે ઋતુરાજ ગાયકવાડ 18 બોલમાં 19 રન કરીને અને રિંકૂ સિંહ 5 બોલમાં 8 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, આરોન હાર્ડીએ 2 ઓવરમાં 7 રન આપીને 1 વિકેટ, બેન મેકરડરમોટે 2 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ અને તનવીર સાંઘાએ 2 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત જેસન બેહરનડોર્ફે 2 ઓવરમાં 12 અને ક્રીસ ગ્રીને 2 ઓવરમાં 19 રન આપ્યા છે.

70/3 (9 ઓવર)- બેન ડ્વારશુઈસે ભારતને ત્રીજો ઝટકો આપ્યો છે. બેન ડ્વારશુઈસે 2 બોલમાં 1 રન કરનારા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. હવે ભારત માટે ઋતુરાજ ગાયકવાડ 14 બોલમાં 12 રન કરીને અને રિંકૂ સિંહ 3 બોલમાં 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.

63/2 (8 ઓવર)- તનવીર સાંઘાએ ભારતને બીજો ઝટકો આપ્યો છે. સાંઘાએ 7 બોલમાં 8 રન કરનારા શ્રેયસ અય્યરને આઉટ કર્યો છે. હવે ભારત માટે ઋતુરાજ ગાયકવાડ 12 બોલમાં 11 રન કરીને અને સૂર્યકુમાર યાદવ 1 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. તનવીર સાંઘાએ આ ઓવરમાં 1 વિકેટ લેવા સાથે 8 રન આપ્યા છે.

55/1 (7 ઓવર)- ક્રિસ ગ્રીને પોતાની બીજી અને ઈનિંગની 7મી ઓવર નાખી છે. આ ઓવરમાં ગ્રીને માત્ર 5 રન આપ્યા છે.

50/1 (6 ઓવર)- આરોન હાર્ડીએ ભારતને પ્રથમ ઝટકો આપ્યો છે. હાર્ડીએ 28 બોલમાં 37 રન કરનારા યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો છે. હવે ભારત માટે ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યર બેટિંગ કરી રહ્યા છે.

43/0 (5 ઓવર)- ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કરનારા ક્રિસ ગ્રીને પોતાની પ્રથમ અને ઈનિંગની 5મી ઓવર નાખી છે. આ ઓવરમાં ક્રિસ ગ્રીને 1 ફોર અને 1 સિક્સ સાથે 14 રન આપ્યા છે.

29/0 (4 ઓવર)- જેસન બેહરનડોર્ફે ઓસ્ટ્રેલિયા માટે સારી ઓવર નાખી છે. આ ઓવરમાં બેહરનડોર્ફે માત્ર 5 રન આપ્યા છે.

24/0 (3 ઓવર)- બેન ડ્વારશુઈસે પોતાની પ્રથમ અને ઈનિંગની ત્રીજી ઓવર નાખી છે. આ ઓવરમાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે 3 ફોર ફટકારી છે.

12/0 (2 ઓવર)- જેસન બેહરનડોર્ફે ઓસ્ટ્રેલિયા માટે બીજી ઓવર નાખી છે. આ ઓવરમાં ભારતીય બેટ્સમેનોએ 12 રન લીધા છે.  

1/0 (1 ઓવર)- ભારત માટે ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલે ઓપનિંગ કર્યું છે. ઓસ્ટ્રેલિયા માટે આ ઓવર આરોન હાર્ડીએ નાખી છે. જેમાં ભારતને માત્ર 1 રન મળ્યો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T-20 મેચ શરૂ થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યૂ વેડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભારતના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજે ભારત મેચ જીતશે, તો સીરિઝ પણ જીતશે, જેથી ભારતીય ટીમ સીરિઝ જીતવા મેદાને ઉતરી છે, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ 2-2ની બરાબરી કરવા મેદાને ઉતરી છે.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 5 T-20 મેચની સીરિઝની ચોથી મેચ રમવામાં આવશે. આ મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમવામાં આવશે. જેના માટે ટોસ થયો છે. જે ઓસ્ટ્રેલિયાએ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ 2 મેચમાં ભારતની અને ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ છે. જેથી ભારત આજે મેચ જીતીને સીરિઝ જપ્ત કરવા મેદાને ઉતરશે, જ્યારે ઓસ્ટ્રેલિયા સીરિઝ 2-2ની બરાબરી કરવા મેદાને ઉતરશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T-20 સીરિઝની ચોથી મેચ આજે રાયપુરના વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમવામાં આવશે. પ્રથમ 3 મેચમાંથી 2 મેચમાં ભારતીય ટીમની અને એક મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની જીત થઈ છે. જેથી ભારતીય ટીમ સીરિઝ જીતવાથી માત્ર 1 મેચ દૂર છે. આ કારણે ભારતીય ટીમ આજે સીરિઝ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

ઋતુરાજ અને મેક્સવેલે ફટકારી સદી

ગત મેચમાં ઋતુરાજ ગાયકવાડની સદીના કારણે ભારતીય ટીમે 222 રનનો ટાર્ગેટ બનાવ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે છેલ્લી બોલ પર બાઉન્ડ્રી ફટકારીને મેચ જીતી હતી. આ જીતમાં ગ્લેન મેક્સવેલની શાનદાર સદી આવી હતી. મેક્સવેલે 48 બોલમાં 104 રનની ઈનિંગ રમી હતી.

ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયા ગયો

ગત મેચમાં સદી ફટકારનારો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. હવે ટ્રેવિસ હેડ જ વર્લ્ડકપ રમનારો એકમાત્ર ખેલાડી છે. જે સીરિઝનો ભાગ છે. ઝામ્પા અને સ્મિથ પહેલાં જ ઓસ્ટ્રેલિયા પરત ચાલ્યા ગયા હતા.

પિચ રિપોર્ટ

રાયપુરના શહીદ વીરનારાયણ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમની પિચ બેટિંગ અને બોલિંગ બંને માટે અનુકૂળ છે. આ મેદાનમાં અત્યાર સુધી એક વખત 200+ સ્કોર બન્યો છે. આ મેદાનમાં અત્યાર સુધી માત્ર 1 T-20 અને વનડે મેચ રમવામાં આવી છે. જો કે, IPLમાં આ મેદાન પર અનેક મેચ રમાઈ છે. આ પિચ પર રમત આગળ વધતા સ્પિનરોને મદદ મળે છે. જે બેટ્સમેનને મુશ્કેલીમાં મુકી શકે છે.

વેધર રિપોર્ટ

આજે રાયપુરમાં વરસાદની કોઈ સંભાવના નથી. જેથી દર્શકોને સંપૂર્ણ મેચ જોવા મળશે. આજે રાયપુરનું તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને ગરમી 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ભારત- યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), જિતેશ શર્મા(વિકેટકીપર), રિંકૂ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, દીપક ચહર, આવેશ ખાન, મુકેશ કુમાર

ઓસ્ટ્રેલિયા- જોશ ફિલિપ, ટ્રેવિસ હેડ, બેન મેકરડરમોટ, આરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યૂ શોર્ટ, મેથ્યૂ વેડ(વિકેટકીપર અને કેપ્ટન), બેન ડ્વારશુઈસ, ક્રિસ ગ્રીન, જેસન બેહરનડોર્ફ, તનવીર સાંઘા

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
આંતરરાષ્ટ્રીય

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

Editor By Editor 5 days ago
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?