- ભારતે 5મી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રને હરાવ્યું
- ભારતે ઓસ્ટ્રેલિયાને સિરીઝમાં 4-1થી હરાવ્યું
- સિરીઝ જીત્યા બાદ ખુશ થયો કેપ્ટન સૂર્યકુમાર યાદવ
ભારતીય ટીમે પાંચમી T20માં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી.આ રોમાંચક મેચમાં ભારતીય ટીમે જીત મેળવીને ઓસ્ટ્રેલિયા સામે 4-1થી સિરીઝ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાની જીતથી કેપ્ટન સૂર્યકુમાર યાદવ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. સૂર્યાએ ભારતીય ખેલાડીઓની જોરદાર પ્રશંસા કરી હતી.
સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામે પાંચમી T20 જીત્યા બાદ કહ્યું, “તે એક સારી સિરીઝ હતી. દરેક ખેલાડીએ જે રીતે તેમની કુશળતા દર્શાવી તે પ્રશંસનીય છે. અમે નિર્ભય બનવા માંગતા હતા અને ફકત રમતનો આનંદ માણવા માગતા હતા. મેં તેને કહ્યું. જે યોગ્ય છે તે કરો અને તે રમતનો આનંદ માણો, તેમણે તે જ કર્યું. તેથી હું તેનાથી ખૂબ જ ખુશ છું.”
સૂર્યકુમાર યાદવ સિરીઝ જીતવાથી ખુશ
ભારતીય સુકાનીએ વધુમાં કહ્યું, “જો વોશિંગ્ટન સુંદર હોત તો તે પ્લસ પોઈન્ટ હોત. ચિન્નાસ્વામીના મેદાન પર 200 બોલનો પીછો કરવો સરળ છે.અમે માત્ર 161 રન બનાવ્યા હતા અને જીત મુશ્કેલ જણાઇ રહી હતી. પરંતુ 10 ઓવર પછી ઓસ્ટ્રેલિયાએ 78 રનમાં 3 વિકેટ ગુમાવી દિધી હતી અને મે બોલરોને કહ્યું હજુ પણ આપણે મેચમાં છીએ. જો યોગ્ય રીતે બોલિંગ કરવામાં આવે તો આપણે આ મેચ જીતી શકીએ છીએ. બોલરોએ યોગ્ય રીતે બોલિગ કરતા અમે આ લો સ્કોરીંગ મેચ જીતવામાં સફળ રહ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ 5માંથી 4 મેચ જીતી છે
તમને જણાવી દઈએ કે પાંચ મેચની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ 4 જીત મેળવી છે. ભારતે પ્રથમ મેચ 2 વિકેટે જીતી હતી. આ પછી બીજી T20માં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું. પરંતુ ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે જીત મેળવી સિરીઝમાં પોતાની જાતને જાળવી રાખી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાએ ચોથી મેચ 20 રને જીતીને સિરીઝ જીતી લીધી હતી. ત્યાર બાદ ટીમ ઈન્ડિયાએ પાંચમી મેચમાં પણ જીત મેળવી અને સિરીઝ 4-1થી જીતી લીધી હતી.


