ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાશે. સિરીઝમાં અત્યાર સુધી 3 મેચ રમાઈ છે. ભારતે પ્રથમ મેચ જીતી હતી જ્યારે બીજી મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. ત્રીજી મેચ ડ્રો રહી હતી. રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર છે. જોકે ચોથી ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયામાં એક ફેરફાર થવા જઈ રહ્યો છે. 19 વર્ષના ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે. મુખ્ય કોચે આ સમાચારની પુષ્ટિ કરી છે.
યુવા ખેલાડી મેલબોર્નમાં ડેબ્યૂ કરશે
સેમ કોન્સ્ટાસ ઓસ્ટ્રેલિયા માટે મેલબોર્ન ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરશે. તેને નાથમ મેકસ્વીનીના સ્થાને તક આપવામાં આવશે, જેને પ્રથમ 3 ટેસ્ટ રમવાની તક મળી હતી. 19 વર્ષના સેમ કોન્સ્ટાસે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેથી તેને છેલ્લી 2 ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચે મેલબોર્ન ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુકવાની જાહેરાત કરી છે.
ભારત સામે મચાવી ચૂક્યો છે તોફાન
સેમ કોન્સ્ટેન્ટાસે ભારત સામે તોફાન મચાવી દીધો હતો. વાસ્તવમાં, પ્રથમ ટેસ્ટ મેચ બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન સામે પિંક બોલની પ્રેક્ટિસ મેચ રમી હતી. PM XI વતી સેમ કોન્સ્ટાસે પણ આ મેચમાં ભાગ લીધો હતો. તેણે ટીમ ઈન્ડિયા સામે સદીની ઈનિંગ રમી હતી. સેમ કોન્સ્ટાસે 97 બોલમાં 107 રનની ઇનિંગ રમી જેમાં 14 ફોર અને 1 સિક્સ સામેલ હતી. સેમ કોન્સ્ટાસે બિગ બેશ લીગમાં પણ પ્રભાવ પાડ્યો છે. આ ખેલાડીએ ઘરેલુ સ્તર પર પણ પોતાની ઊંડી છાપ છોડી છે.
આવું રહ્યું કરિયર
વર્ષ 2005માં જન્મેલા સેમ કોન્સ્ટાસે અત્યાર સુધી 11 ફર્સ્ટ ક્લાસ મેચમાં 42.23ની એવરેજથી 718 રન બનાવ્યા છે. આ ખેલાડીના નામે 2 સદી અને 3 અડધી સદી છે. તેણે 1 લિસ્ટ A મેચમાં 10 રન બનાવ્યા છે. તેણે 2 T-20 મેચમાં 56 રન બનાવ્યા છે.


