ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની આ ચોથી ટેસ્ટ છે. હાલમાં સિરીઝ1-1થી બરાબર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે આગામી બે ટેસ્ટ મહત્વની છે. ભારતીય ટીમ બોક્સિંગ ડે ટેસ્ટથી સિરીઝમાં લીડ મેળવવા પર નજર રાખશે. ભારતે પ્રથમ મેચ જીતી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટમાં કમબેક કર્યું હતું. ગાબા ટેસ્ટ વરસાદને કારણે વિક્ષેપિત થઈ હતી અને વારંવાર રમત પ્રભાવિત થવાને કારણે ડ્રોમાં સમાપ્ત થઈ હતી.


