- ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન
- ઓસ્ટે્લિયાએ ભારતને 6 વિકેટ હરાવ્યું
- ભારતીય કેપ્ટન રોહિત શર્મા મેચ બાદ આપ્યું નિવેદન
ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં સતત 10 મેચ જીત્યા બાદ ફાઇનલમાં 6 વિકેટથી હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ ફાઈનલ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ રોહિત શર્મા ભાવુક જોવા મળ્યો હતો. તેણે ભારતની હાર બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં નિવેદન પણ આપ્યું હતું.
રોહિત શર્માએ શું કહ્યું?
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું, ‘નિર્ણય અમારા પક્ષમાં નથી ગયો. અમે આજે સારું ન કરી શક્યા. અમે બધું જ અજમાવ્યું પણ અમે કરી શક્યા નહીં. 20-30 વધુ રન હોત તો સારું થાત. કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ સારી પાર્ટનરશીપ કરી હતી. અમે 270 અને 280 તરફ જોઈ રહ્યા હતા પરંતુ વિકેટો ઝડપથી પડતી રહી હતી.
તમે કેમ હારી ગયા?
ભારતીય કેપ્ટને આગળ કહ્યું, ‘જ્યારે તમે માત્ર 240 રન બનાવી છો, ત્યારે તમારે વિકેટ જરૂર હોય છે. 6 ઓવરમાં બોલરોએ સારી શરૂઆત કરી હતી. પરંતુ રમતને આગળ વધારવા માટે હેડ અને લેબુશેનને ક્રેડિટ આપવી જોઈએ. પરંતુ મને લાગે છે કે લાઇટ હેઠળ એટલે કે સાંજે બેટિંગ કરવા માટે વિકેટ વધુ સારી બની હતી. પરંતુ હું આ અંગે કોઈ સ્પષ્ટતા નથી આપતો. અમે રન બનાવ્યા નથી અને હેડ અને લેબુશેન ભાગીદારીને શ્રેય આપવો જોઈએ.
મેચની શું હાલત હતી?
મેચમાં ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે એકદમ સાચો સાબિત થયો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં તમામ 10 વિકેટ ગુમાવી 240 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ઓલઆઉટ થઈ હતી. જવાબમાં કાંગારૂ ટીમે 43 ઓવરમાં 241 રન બનાવી 6 વિકેટે મેચ જીતી લીધી હતી. ટ્રેવિસ હેડે 137 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય માર્નસ લાબુશેને અણનમ 58 રનની શાનદાર ઇનિંગ રમી અને ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી.


