- ચાલુ મેચમાં વિરાટ કોહલીનો ફેન પહોંચ્યો ગ્રાઉન્ડમાં
- પોલીસ નો સુરક્ષા પહેરો ભેદી ને પહોંચ્યો ફેન
- સુરક્ષા કર્મીઓ ફેનને પકડી બહાર લઈ ગયા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ફાઈનલ મેચ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ મેદાનમાં ઘુસી ગયો હતો. આ વ્યક્તિએ પેલેસ્ટાઈનનો ધ્વજ પકડી રાખ્યો હતો અને તેના કપડાં પર પેલેસ્ટાઈન તરફી કેટલાંક વાક્યો પણ લખેલા હતા. હવે સ્થાનિક પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યક્તિનું નામ વેઇન જોન્સન છે. તે ઓસ્ટ્રેલિયન નાગરિક છે. તેના પિતા ચીની છે અને માતા ફિલિપિન્સની છે.
પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી
જ્યારે આ વ્યક્તિ ભારતની ઈનિંગની 14મી ઓવરમાં મેદાનમાં પ્રવેશ્યો ત્યારે વિરાટ અને રાહુલે તેને હટાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ થોડી વારમાં સુરક્ષાકર્મીઓ આવ્યા અને આ વ્યક્તિને મેદાનમાંથી હટાવી દીધો હતો. લેટેસ્ટ અપડેટ મુજબ વિરાટના આ ફેનની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ અંગે ANIએ એક વીડિયો જાહેર કર્યો જેમાં પોલીસ આ વ્યક્તિની ધરપકડ કરીને તેને લઈ જતી જોવા મળી રહી છે.
આ વ્યક્તિના પિતા ચીનના
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ દરમિયાન સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ છે. ભારતનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ તેની તરફ દોડ્યો અને તેને પકડી લીધો. તે વ્યક્તિનું નામ વેઈન જોન્સન છે, જે ઓસ્ટ્રેલિયાનો રહેવાસી છે. જોનશાનની માતા પેલેસ્ટાઈનની છે, જ્યારે તેના પિતા ચીનના છે. તે મેદાનની વચ્ચે પડી જતાં અમદાવાદ પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસ તેને ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.
શખ્સનો મોબાઈલ જપ્ત કર્યો હતો
પોલીસે જોનશનની ધરપકડ કરી છે અને તેની સતત પૂછપરછ કરી રહી છે. પોલીસ વેઈનના હોટલ સ્ટેમાંથી તેની ટિકિટ જેવી અનેક બાબતોની તપાસ કરી રહી છે. પોલીસે વેઈનના મોબાઈલમાંથી એક વીડિયો પણ કબજે કર્યો છે, જેમાં તેણે ભારતીય ટી-શર્ટ પહેરેલી છે. આ વીડિયોમાં વેઈનની સ્ટેડિયમમાં એન્ટ્રીનો વીડિયો છે. કહેવામાં આવી રહ્યું છે કે વેઈન કોહલી પાસે પેલેસ્ટાઈનને મુક્ત કરવાની માંગ કરવા ગયો હતો.


