- ઓસ્ટ્રેલિયન ટીમને મહોમ્મદ શમીથી ખતરો
- પેટ કમિન્સે પ્રેસ કોન્ફરન્સમાં કર્યો ખુલાસો
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ
ICC વર્લ્ડકપ 2023ની સૌથી રોમાંચક મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. સમગ્ર વિશ્વની નજર આ મેચ પર ટકેલી છે. જો ભારત આ મેચ જીતી જાય છે, તો ભારત ODI વર્લ્ડ કપ સિઝનમાં એક પણ મેચ હાર્યા વિના વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ટીમ બની જશે. આ મેચ ખૂબ જ સ્પર્ધાત્મક રહેવાની છે. ઘણા ભારતીય ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ વર્લ્ડ કપમાં ધૂમ મચાવી રહ્યા છે. ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતીય ખેલાડીથી ઘણી ડરી રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પોતે આ વાત કહી છે.
પેટ કમિન્સે કોને સૌથી મોટો ખતરો ગણાવ્યો?
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ફાઈનલ મેચ પહેલા કહ્યું કે તે કયા ભારતીય ખેલાડીથી ડરે છે. પેટ કમિન્સે આજે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન જ્યારે રિપોર્ટરે કમિન્સને પૂછ્યું કે ફાઈનલ મેચમાં તે કયા ભારતીય ખેલાડીથી ડરે છે. રિપોર્ટરને આશા હતી કે આ સવાલનો જવાબ વિરાટ કોહલી તરફથી આવશે, પરંતુ કમિન્સે અન્ય કોઈ ખેલાડીનું નામ લીધું છે. આ સવાલનો જવાબ આપતાં પેટ કમિન્સે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ લીધું છે. કમિન્સે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે ભારતીય ટીમ ઘણી સારી ટીમ છે. તમામ ભારતીય ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે, પરંતુ અમારે મોહમ્મદ શમી સાથે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.
કોહલીની સદી ફોકસમાં રહેશે
આ મેચમાં ટીમ ઈન્ડિયા તેના તમામ 11 ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રાખશે. ટીમમાં હજુ પણ ઘણા એવા ખેલાડીઓ છે જેઓ પોતાના પ્રદર્શનથી ટીમને તે હદ સુધી પ્રભાવિત કરી શક્યા નથી. આવી સ્થિતિમાં, અપેક્ષા રાખવામાં આવે છે કે તમામ ખેલાડીઓ ફાઇનલમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે, તો જ ભારતનું વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન સાકાર થશે. ફાઈનલ મેચમાં ચાહકોની નજર ઈનફોર્મ બેટ્સમેન વિરાટ કોહલી પર પણ રહેશે. વિરાટ કોહલી ફાઇનલમાં પણ સદી ફટકારશે કે કેમ તે જોવું રહ્યું.


