- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વર્લ્ડકપની ફાઈનલ
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમ આવશે આમને-સામને
- વનડેમાં બંને ટીમ 13 વખત આવી છે આમને-સામને
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમવામાં આવશે. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમે પ્રથમ મેચથી લઈને સેમીફાઈનલ મેચ સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ ઓસ્ટ્રેલિયા માટે શરૂઆત સારી રહી નહતી. ઓસ્ટ્રેલિયાને પ્રથમ લીગ મેચમાં ભારત સામે અને ત્યારબાદ બીજી લીગ મેચમાં સાઉથ આફ્રિકા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રીજી મેચથી ફોર્મમાં પરત આવી હતી અને હવે તે ફાઇનલમાં પણ પહોંચી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ હંમેશા ખાસ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે વર્લ્ડકપમાં આ બંને ટીમો કેટલી વખત આમને-સામને આવી છે?
વનડે વર્લ્ડકપમાં ભારત VS ઓસ્ટ્રેલિયા
- વર્લ્ડકપના ઈતિહાસમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 13 વખત આમને-સામને આવી
- આ 13 વર્લ્ડકપ મેચોમાં ઓસ્ટ્રેલિયાએ 8 મેચમાં મેળવી જીત
- ભારતીય ટીમની માત્ર 5 મેચમાં થઈ જીત
- અત્યાર સુધી આ બંને વચ્ચે વર્લ્ડકપની એક પણ મેચ ટાઈ કે રદ થઈ નથી
- વર્લ્ડકપના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાનો ભારત સામે સૌથી વધુ સ્કોર 359 રન છે
- વર્લ્ડકપના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો સર્વોચ્ચ સ્કોર 352 રન છે
- વર્લ્ડકપના ઈતિહાસમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો સૌથી ઓછો સ્કોર 128 રન છે
- વર્લ્ડકપના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો સૌથી ઓછો સ્કોર 125 રન છે
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે વર્લ્ડકપની પ્રથમ મેચ 13 જૂન 1983ના રોજ રમાઈ હતી, જે ઓસ્ટ્રેલિયાએ 162 રને જીતી હતી
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી વર્લ્ડકપ મેચ આ વર્ષે 8 ઓક્ટોબરે રમાઈ હતી, જેમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી
- ભારતે 1983 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી મોટી જીત નોંધાવી હતી. જે 118 રનની હતી
ભારત પર ઓસ્ટ્રેલિયાનો દબદબો
આ આંકડાઓ જોતા સ્પષ્ટ થાય છે કે વર્લ્ડ કપમાં ભારત પર ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે, પરંતુ આ વર્લ્ડકપમાં ભારતીય ટીમનું ફોર્મ શાનદાર છે. હવે જોવાનું એ રહેશે કે રોહિત શર્માની ટીમ વર્લ્ડકપની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા પર પ્રભુત્વ જમાવી શકે છે કે નહીં.


