ટીમ ઈન્ડિયા આઈપીએલ 2025 પછી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે અને T20 સિરીઝ રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા થોડા મહિના પહેલા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં એકબીજા સાથે ટકરાયા હતા, જ્યાં ભારતે દસ વર્ષ પછી કાંગારૂ ટીમ સામે સિરીઝ હારી હતી. આ સિરીઝ પછી, બંને ટીમો ફરી એકવાર એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે.
આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે અને પાંચ મેચની T20 સિરીઝ રમવાની છે. આ પ્રવાસનું શેડ્યૂલ હવે જાહેર થઈ ગયું છે, જ્યાં 19 ઓક્ટોબરથી ODI સિરીઝ શરૂ થશે. આ સિવાય 29 ઓક્ટોબરથી પાંચ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે.
આઠ અલગ અલગ સ્થળોએ મેચ રમશે ભારત
ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમો 2025-26 સીઝનમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. ભારત 19 ઓક્ટોબરથી 8 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં આઠ અલગ અલગ સ્થળોએ આઠ મેચ રમશે. ઓસ્ટ્રેલિયા ઓગસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે મર્યાદિત ઓવરોની સિરીઝ પણ રમશે, જેમાં ત્રણ વનડે અને એટલી જ સંખ્યામાં T20 મેચનો સમાવેશ થશે.
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 2025-26
વનડે સિરીઝનું શેડ્યુલ
પહેલી વનડે, પર્થ, 19 ઓક્ટોબર
બીજી વનડે, એડિલેડ, 23 ઓક્ટોબર
ત્રીજી વનડે, સિડની, 25 ઓક્ટોબર
T20 સિરીઝનો શેડ્યુલ
પહેલી T20, કેનબેરા – 29 ઓક્ટોબર
બીજી T20, મેલબોર્ન – 31 ઓક્ટોબર
ત્રીજી T20, હોબાર્ટ – 2 નવેમ્બર
ચોથી T20, ગોલ્ડ કોસ્ટ – 6 નવેમ્બર
પાંચમી T20, બ્રિસ્બેન – 8 નવેમ્બર
વિમેન્સ T20 સિરીઝનું શેડ્યુલ
પહેલી T20, 15 ફેબ્રુઆરી – સિડની
બીજી T20, 19 ફેબ્રુઆરી – મનુકા ઓવલ, કેનબેરા
ત્રીજી T20, 21 ફેબ્રુઆરી – એડિલેડ ઓવલ, એડિલેડ
વિમેન્સ વનડે સિરીઝનું શેડ્યુલ
પહેલી વનડે, 2 ફેબ્રુઆરી – એલન બોર્ડર ફિલ્ડ, બ્રિસ્બેન
બીજી વનડે, 27 ફેબ્રુઆરી – બેલેરાઇવ ઓવલ, હોબાર્ટ
ત્રીજી વનડે, 1 માર્ચ – સિટીપાવર સેન્ટર, મેલબોર્ન
T20 વર્લ્ડકપની પૂરજોશમાં ચાલી રહી છે તૈયારીઓ
ઓસ્ટ્રેલિયાનું ધ્યાન T20 ક્રિકેટ પર વધુ રહેશે, કારણ કે T20 વર્લ્ડ કપ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં યોજાવાનો છે અને બધી ટીમો તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પુષ્ટિ આપી છે કે ઓસ્ટ્રેલિયા ઓક્ટોબર અને ફેબ્રુઆરીમાં અનુક્રમે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનમાં T20 સિરીઝ પણ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું, ‘2025-26 સીઝનમાં, ઓસ્ટ્રેલિયાના તમામ આઠ રાજ્યો આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરશે અને આ કોઈ સીઝનમાં પહેલી વાર જોવા મળશે.’
ઓસ્ટ્રેલિયા ક્રિકેટના CEO એ શેડ્યૂલ વિશે શું કહ્યું?
CA ના CEO ટોડ ગ્રીનબર્ગે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે બીજી એક મહાન આંતરરાષ્ટ્રીય સીઝનના સમયપત્રકની જાહેરાત કરતા ઉત્સાહિત છીએ, જેમાં એશિઝનો મહાન ઈતિહાસ અને હરીફાઈ, ભારતની પુરુષ અને મહિલા ટીમો સાથેની સિરીઝ અને દક્ષિણ આફ્રિકા સામે વ્હાઈટ બોલ સિરીઝ માટે ઉત્તર ઓસ્ટ્રેલિયાના કેટલાક પ્રતિષ્ઠિત પર્યટન સ્થળોની વાપસીનો સમાવેશ થાય છે.”


