હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે, પરંતુ આ બધા વચ્ચે જ્યારથી આ સિરીઝ માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા ગઈ ત્યારથી કોઈને કોઈ કારણોસર ભારતીય ટીમના ખેલાડીઓ ચર્ચામાં રહે છે.
આ ચર્ચાનું ખાસ કારણ વિરાટ કોહલી છે, કારણ કે તે જ્યારથી ઓસ્ટ્રેલિયા ગયો ત્યારે તેને ઓસ્ટ્રેલિયન મીડિયા અને અખબારોએ ટોપનું સ્થાન આપ્યું હતું. કેટલાક અખબારોઓ તો આખા આખા બે-ત્રણ પેજ પર વિરાટ કોહલીને જ સ્થાન આપ્યું હતું.
વિરાટ કોહલીની થઈ આલોચના
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી સિરીઝની ચોથી મેચ એટલે કે બોક્સિંગ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે મેલબોર્નના મેદાન પર વિરાટ કોહલીને તેના વર્તન માટે ઘણી આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. વિરાટ 19 વર્ષીય યુવા બેટ્સમેન સેમ કોન્સ્ટાસના ખભા પર અથડાવીને આગળ વધ્યો, ત્યારબાદ વિરાટ અને કોન્સ્ટાસ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ.
વિરાટ કોહલીને મળી સજા
મામલો એ હદે વધી ગયો કે અમ્પાયર અને ઉસ્માન ખ્વાજાને વચ્ચે પડવું પડ્યું. વિરાટ કોહલીની ભૂલને ધ્યાનમાં લઈને મેચ રેફરીએ દિવસની રમતના અંતે તેને દંડ ફટકાર્યો હતો.વિરાટ કોહલીની મેચ ફીમાં 20 ટકાની કપાત કરવામાં આવી હતી અને તેને એક ડીમેરિટ પોઈન્ટ પણ મળ્યો.
વિરાટ કોહલી ‘હીરો’માંથી બન્યો ‘વિલન’
આ મામલા બાદ ઓસ્ટ્રેલિયન મીડિયા વિરાટ કોહલીની ટીકા કરતા જોવા મળ્યું હતું. કોહલીને લઈને ઘણા વિવાદાસ્પદ આર્ટિકલ અખબારોમાં જોવા મળ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે વિરાટ કોહલીની નેટવર્થ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોશિયન કરતાં અંદાજે બે ગણી છે.
જાણો કેટલી છે વિરાટ કોહલીની નેટવર્થ
રિપોર્ટ મુજબ વિરાટ કોહલીની કુલ સંપત્તિ 1,050 કરોડ રૂપિયાની આસપાસ છે. વિરાટ કોહલી પાસે આવકના ઘણા સ્ત્રોત છે. વિરાટ કોહલીને બીસીસીઆઈ વાર્ષિક 7 કરોડ રૂપિયા આપે છે. ક્રિકેટરને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમવા માટે લગભગ 15 કરોડ રૂપિયા મળે છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી બધી કમાણી થાય છે. વિરાટ કોહલી PUMA, MRF જેવી બ્રાન્ડ માટે જાહેરાત કરે છે. તે પ્રતિ જાહેરાત 7.50 કરોડથી 10 કરોડ રૂપિયા વસૂલે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાંથી પણ ઘણી આવક થાય છે. વર્ષ 2022 સુધીમાં વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સની યાદીમાં 14મા ક્રમે હતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાસે કેટલા પૈસા છે?
રિપોર્ટ મુજબ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાસે 658 કરોડ રૂપિયા છે. તે વિશ્વનું બીજું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. BCCI પાસે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કરતા 3 ગણા વધુ પૈસા છે. બીસીસીઆઈનું બેંક બેલેન્સ 19000 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેના ટેસ્ટ ખેલાડીઓને પ્રતિ મેચ 11 લાખ રૂપિયા આપે છે. જ્યારે બીસીસીઆઈ 15 લાખ રૂપિયા આપે છે.


