રોહિત શર્માએ કટકમાં ઈંગ્લેન્ડ સામે વિસ્ફોટક સદી ફટકારી છે. રોહિતે ટીમ ઈન્ડિયા માટે શાનદાર બેટિંગ કરી અને પોતાની કારકિર્દીની 32મી સદી ફટકારી. રોહિતની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી વનડે મેચમાં તેને ઘણા રેકોર્ડ તોડ્યા. આ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 305 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આનો યોગ્ય જવાબ આપ્યો છે.
રોહિત ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કટકમાં ઓપનિંગ કરી રહ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી તેને 80 બોલનો સામનો કરીને 110 રન બનાવ્યા હતા. રોહિતે છગ્ગાનો વરસાદ કર્યો. તેને છગ્ગો ફટકારીને પોતાની સદી પણ પૂર્ણ કરી. તેને પોતાની સદી દરમિયાન 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. રોહિતની ઈનિંગના આધારે ટીમ ઈન્ડિયાએ 26 ઓવરમાં 194 રન બનાવ્યા.
રોહિતે વનડેમાં છેલ્લી સદી ક્યારે ફટકારી હતી?
રોહિતે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે પોતાની વનડે કારકિર્દીની છેલ્લી સદી ફટકારી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ મેચ ઓક્ટોબર 2023માં રમાઈ હતી. રોહિતે વિસ્ફોટક બેટિંગ કરી અને 84 બોલમાં 131 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, રોહિતે 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.
રોહિત-ગિલે ભારતને અપાવી ધમાકેદાર શરૂઆત
રોહિતની સાથે શુભમન ગિલે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કટકમાં આ બંને વચ્ચે 136 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન શુભમને 52 બોલનો સામનો કર્યો અને 60 રન બનાવ્યા. શુભમનની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. પરંતુ આ પછી તે આઉટ થયો.
રોહિત શર્માએ ક્રિસ ગેલનો તોડ્યો રેકોર્ડ
આ સિવાય રોહિત શર્માએ સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે વેસ્ટ ઈન્ડીઝના ભૂતપૂર્વ મહાન ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. હવે તે ભારત માટે ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે, જ્યારે હિટમેન હવે ODIમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે વિશ્વનો બીજો ખેલાડી બની ગયો છે. આ મેચમાં તેને રાહુલ દ્રવિડ અને ક્રિસ ગેલને પાછળ છોડ્યા છે.
ચોથો ભારતીય બન્યો રોહિત શર્મા
ભારત માટે વનડે ફોર્મેટમાં સૌથી વધુ રન સચિન તેંડુલકરના નામે છે. તેને 18426 રન બનાવ્યા છે. આ ઉપરાંત વિરાટ કોહલી બીજા સ્થાને છે. તેને ભારત માટે વનડેમાં 13,906 રન બનાવ્યા છે. સૌરવ ગાંગુલી આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તેને 11363 રન બનાવ્યા છે. હવે રોહિત શર્મા ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેના નામે હવે 10894 રન છે. તેને રાહુલ દ્રવિડને પાછળ છોડ્યો છે, જેણે 10889 રન બનાવ્યા છે.


