ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી ભારતીય ટીમે પ્રથમ બે મેચ જીતીને આ ઘરઆંગણે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રમાશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ ત્રીજી મેચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જો ભારતીય ટીમ આ ત્રીજી મેચ પણ જીતી જશે તો તે અંગ્રેજો સામે ઇતિહાસ રચશે. સૂર્યા બ્રિગેડ પણ આ કરી શકે છે, કારણ કે રાજકોટની ધરતી પર ભારતીય ટીમનો ઉત્તમ રેકોર્ડ છે.
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 3જી T20 રાજકોટમાં રમાશે. રાજકોટ પહોંચી ટીમ ઇન્ડિયા. ઢોલ અને ગરબાના તાલે ખેલાડીઓનું સ્વાગત કરાયું. હોટેલની બહાર ક્રિકેટ રસિયાઓ ઉમટ્યા. ખેલાડીઓની ઝલક માટે લોકો ઉમટ્યા. આજે બન્ને ટીમ પ્રેક્ટિસ કરશે. ટીમ ઇન્ડિયાને ડીનરમાં કાઠીયાવાડી ભોજન પીરસાશે. બ્રેકફાસ્ટમાં ફાફડા, જલેબી, દહીં, પરોઠા પીરસાશે
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની 5મી શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે
અહીં ઐતિહાસિક ‘પંજા’ એટલે સતત 5મી શ્રેણીની જીત. ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી કુલ 8 દ્વિપક્ષીય T20 સીરીઝ રમાઈ છે. ઇંગ્લેન્ડે પ્રથમ 4 શ્રેણીમાંથી 3 જીતી હતી, જ્યારે એક શ્રેણી ડ્રો રહી હતી. ઈંગ્લેન્ડે જે શ્રેણી જીતી તે તમામ એક મેચની શ્રેણી હતી.
પરંતુ ત્યારપછી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની તમામ શ્રેણી માત્ર 3 કે તેથી વધુ મેચની રમાઈ છે. તેમજ ભારતે આ તમામ શ્રેણી જીતી લીધી છે. પ્રથમ 4 શ્રેણી ગુમાવ્યા બાદ ભારતીય ટીમે સતત 4 T20 શ્રેણીમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે. હવે બંને ટીમો વચ્ચે કુલ 9મી શ્રેણી રમાઈ રહી છે.
ટીમ ઈન્ડિયા રાજકોટમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ હારી છે.
જો ભારતીય ટીમ ત્રીજી T20 મેચ જીતશે તો તે શ્રેણી પર કબજો કરી લેશે. આ રીતે, તે ઇંગ્લેન્ડ સામે તેની સતત પાંચમી T20 શ્રેણી જીતશે. ઇંગ્લિશ ટીમ સામે સિરીઝ જીતવાની આ ઐતિહાસિક સ્વીપ હશે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ માટે પણ આ ત્રીજી મેચ ઘણી ખાસ છે. પરંતુ તેણે થોડી સાવચેતી રાખવી પડશે. કારણ કે ઈંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ ટી20 મેચ રાજકોટમાં રમશે.
જ્યારે ભારતીય ટીમ અહીં 5 T20 મેચ રમી ચૂકી છે. આમાં ટીમ ઈન્ડિયાએ 4 મેચ જીતી છે, જ્યારે એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ 2017 થી આ મેદાન પર એકપણ T20 મેચ હારી નથી. ટીમ ઈન્ડિયાનો આ મેદાન પર સારો રેકોર્ડ છે.
T20 શ્રેણી માટે ભારત-ઇંગ્લેન્ડની ટીમ
ભારતીય ટીમઃ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી , રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલ (વિકેટકીપર).
ઈંગ્લેન્ડ ટીમઃ
જોસ બટલર (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ અને માર્ક વુડ .


