- રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો 434 રનથી પરાજય
- છેલ્લા 90 વર્ષમાં ઈંગ્લેન્ડની આ સૌથી મોટી હાર
- ઈંગ્લેન્ડની બેઝબોલ રમત ભારતમાં સંપૂર્ણ ફ્લોપ
છેલ્લા બે વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં બદલાવ લાવનાર ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં કંઈ ખાસ કરી શકી નથી. અલગ અંદાજમાં ટેસ્ટ ક્રિકેટ રમનારી ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં ભારે ફ્લોપ સાબિત થઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. છેલ્લા 90 વર્ષમાં ઈંગ્લેન્ડની આ સૌથી મોટી હાર છે.
આ પહેલા વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પણ ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું હતું. આમ છતાં ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમે મોટો દાવો કર્યો છે. ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમે કહ્યું કે ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં કારમી હાર ચોક્કસપણે નુકસાન પહોંચાડશે, પરંતુ તે પાંચ મેચોની સિરીઝની બાકીની મેચોમાં આક્રમક બેટિંગ કરવાના તેના ‘બેઝબોલ’ અભિગમને વળગી રહેશે.
‘અમે બેઝબોલ અભિગમ અપનાવાનું ચાલુ રાખીશું’
ઈંગ્લેન્ડની બેઝબોલ મોંઘી સાબિત થઈ જ્યારે ભારતે ત્રીજી ટેસ્ટ મેચમાં તેમને 434 રનથી હરાવ્યું. 1934 પછી રનના મામલે ઈંગ્લેન્ડની આ સૌથી મોટી હાર છે. જો કે, તેમ છતાં, મેક્કુલમે કહ્યું કે તેને આક્રમક બેટિંગની રણનીતિને વળગી રહેવાનો કોઈ અફસોસ નથી.
ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરીશું
બ્રેન્ડન મેક્કુલમે કહ્યું, “અમે બેઝબોલ રમત વડે ભારત પર ફરીથી દબાણમાં લાવવાનો પ્રયાસ કરીશું. લોકો તેમના અભિપ્રાય વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ અમે અમારી વ્યૂહરચના પર વળગી રહીશું. અમને કેટલાક પ્રસંગોએ નિષ્ફળતાનો સામનો પણ કરવો પડશે.” તેમણે ઉમેર્યું, “દેખીતી રીતે તે આ વખતે કામ કરતું નથી, પરંતુ તમે એવું વાતાવરણ પ્રદાન કરીને જ કરી શકો છો જ્યાં લોકોને લાગે કે તેઓ વિશ્વનો સામનો કરી શકે છે.”


