ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝની છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં અભિષેક શર્મા જોરદાર બેટિંગ અને બોલિંગ કરી રહ્યો હતો.
આ મેચમાં તેને 37 બોલમાં સદી ફટકારી અને T20 માં સદી ફટકારનાર બીજો સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યો. આ સિવાય અભિષેકે શુભમન ગિલનો રેકોર્ડ પણ તોડ્યો અને ભારત માટે T20I મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યો.
એક મેચમાં સૌથી વધુ છગ્ગા
આ મેચમાં અભિષેક શર્માએ રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો. રોહિતે ભારત માટે T20 મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા હતા. તેને 2017 માં શ્રીલંકા સામેની એક ઈનિંગમાં 10 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ આ મેચમાં અભિષેક શર્માએ તેનો રેકોર્ડ તોડ્યો. આ મેચમાં તેને 13 છગ્ગા ફટકાર્યા.
T20I માં ભારત માટે સૌથી વધુ છગ્ગા
- 13 અભિષેક શર્મા વિ ઈંગ્લેન્ડ વાનખેડે 2025
- 10 રોહિત શર્મા વિ શ્રીલંકા ઈન્દોર 2017
- 10 સંજુ સેમસન વિ દક્ષિણ આફ્રિકા ડરબન 2024
- 10 તિલક વર્મા વિ દક્ષિણ આફ્રિકા જોબર્ગ 2024
અભિષેકે યશસ્વી જયસ્વાલનો તોડ્યો રેકોર્ડ
આ સિવાય અભિષેકે પાવર પ્લેમાં જ 58 રન બનાવ્યા હતા. તે ભારત માટે T20I મેચના પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો, અને તેને યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ તોડ્યો. આ પહેલા, જયસ્વાલે 2023 માં ઓસ્ટ્રેલિયા સામેની T20I મેચના પાવરપ્લેમાં 53 રન બનાવ્યા હતા.
T20I મેચના પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
- અભિષેક શર્મા – 28 રન
- યશસ્વી જયસ્વાલ – 53 રન
- રોહિત શર્મા – 51 રન
- કેએલ રાહુલ – 50 રન
અભિષેક શર્માએ તોડ્યો શુભમન ગિલનો રેકોર્ડ
આ સિવાય અભિષેક શર્માએ T20 મેચમાં ભારત માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવ્યો. તેને આ બાબતમાં શુભમન ગિલનો રેકોર્ડ તોડ્યો. શુભમને 2023માં ન્યુઝીલેન્ડ સામે 126 રન બનાવ્યા હતા. પરંતુ અભિષેકે 135 રન બનાવીને ગિલનો રેકોર્ડ તોડ્યો. અભિષેકે પોતાની ઇનિંગમાં 54 બોલમાં 135 રન બનાવ્યા. આ ઉપરાંત તેણે 7 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા. આ સમયગાળા દરમિયાન તેમનો સ્ટ્રાઇક રેટ 250 હતો.
T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
- 135 અભિષેક શર્મા વિ ઈંગ્લેન્ડ વાનખેડે 2025
- 126* શુભમન ગિલ વિ ન્યુઝીલેન્ડ, અમદાવાદ 2023
- 123* રુતુરાજ ગાયકવાડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ગુવાહાટી 2023
- 122* વિરાટ કોહલી વિરુદ્ધ અફઘાનિસ્તાન દુબઈ 2022
- 121* રોહિત શર્મા વિરુદ્ધ અફઘાનિસ્તાન બેંગલુરુ 2024


