જેમ્સ એન્ડરસને 42 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. જ્યારે એન્ડરસને તેની 21 વર્ષની કારકિર્દીનો અંત લાવ્યો, ત્યારે દુનિયા તેમને સલામ કરતી જોવા મળી. પરંતુ હવે એ વાત સામે આવી છે કે એન્ડરસન બિલકુલ નિવૃત્તિ લેવા માંગતો ન હતો.
જેમ્સ એન્ડરસને તાજેતરમાં જ પોતાની ટેસ્ટ કારકિર્દીના અંત અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક મીડિયા સાથેની વાતચીતમાં તેને કહ્યું કે આ નિવૃત્તિ તેમની પોતાની મરજીથી નહીં, પરંતુ ટીમ મેનેજમેન્ટના નિર્ણયને કારણે છે. જેમ્સ એન્ડરસને પોતાની નિવૃત્તિ વિશે શું કહ્યું તે જાણો છો?
એન્ડરસનની નિવૃત્તિ પાછળનું સત્ય શું છે?
મીડિયા સાથેની વાતચીતમાં જેમ્સ એન્ડરસને કહ્યું કે તે હજુ પણ નિવૃત્તિના નિર્ણય અંગે મૂંઝવણમાં છે. તેમને કહ્યું કે ‘હું હજુ પણ આ નિર્ણય અંગે થોડો મૂંઝવણમાં છું.’ આ મારા નિયંત્રણમાં નહોતું. તેમને મને ટીમમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો. તે સમયે ખૂબ જ દુઃખ થયું. તેમને વધુમાં કહ્યું કે તેઓ તેમની છેલ્લી ટેસ્ટ પહેલા આગામી દોઢ વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટ રમવાની તૈયારી કરી રહ્યા હતા. તેના મનમાં નિવૃત્તિનો કોઈ વિચાર ન હતો, અને તે હજુ પણ રમવા માટે ઉત્સાહિત હતો.
મે 2024 માં, એવા સમાચાર આવ્યા હતા કે ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમે એન્ડરસનને નિવૃત્તિ લેવા કહ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ મેક્કુલમ યુકેમાં ગોલ્ફ ટૂર દરમિયાન એન્ડરસનને મળ્યો હતો અને ટીમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિવૃત્તિ લેવાનું સૂચન કર્યું હતું.
એન્ડરસનની શાનદાર કારકિર્દી
જેમ્સ એન્ડરસને પોતાના 21 વર્ષના કરિયરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા. તે સચિન પછી બીજા ક્રમે સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર ખેલાડી છે, જેને 186 ટેસ્ટ મેચ રમી છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ત્રીજા ક્રમે છે. તેમના નામે 32 ચાર વિકેટ અને પાંચ વિકેટ અને 3 વખત 10 વિકેટ છે. તે સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર સૌથી ઝડપી બોલર છે અને ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ બોલ ફેંકવામાં ચોથા ક્રમે છે. પરંતુ આ ખેલાડી હવે જે પ્રકારનો દાવો કરી રહ્યો છે તે ખરેખર આશ્ચર્યજનક છે. જો ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે તેની સાથે આવું કર્યું હોય તો તે નિરાશાજનક છે.


