- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચોથી ટેસ્ટ
- ઇંગ્લિશ સ્પિનર શોએબ બશીરે 5 વિકેટ લીધી
- અમિતાભ ચૌધરી એન્ડથી તમામ વિકેટ લીધી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે મેચમાં તેની બંને ઈનિંગમાં બેટિંગ કરી છે. હવે ભારત બીજા દાવ માટે મેદાનમાં છે, જ્યાં તે 192 રનના લક્ષ્યનો પીછો કરી રહ્યું છે. ભારતની પ્રથમ ઇનિંગ દરમિયાન, ઇંગ્લિશ સ્પિનર શોએબ બશીરે 5 વિકેટ લીધી હતી, પરંતુ તેણે સ્ટેડિયમના અમિતાભ ચૌધરી એન્ડથી તમામ વિકેટ લીધી હતી.
ધોની નિવૃત્તિ પછી ટીમને કરી રહ્યો છે મદદ
રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં બોલિંગ અને બેટિંગ માટે બે એન્ડ હોય છે. એક એન્ડનું નામ અમિતાભ ચૌધરી અને બીજા એન્ડનું નામ એમએસ ધોની પેવેલિયન છે. શોએબ બશીર એમએસ ધોની પેવેલિયન એન્ડથી કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. આ જોઈને ચાહકોએ સોશિયલ મીડિયા પર પૂર્વ ભારતીય કેપ્ટનના વખાણ કરવાનું શરૂ કરી દીધું હતું.
ફેન્સ સોશિયલ મીડિયા પર કહેતા જોવા મળે છે કે ધોની રમ્યા વિના પણ ભારતીય ટીમમાં યોગદાન આપી રહ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે હાઇલાઇટ કર્યું કે ધોની નિવૃત્તિ પછી પણ ટીમ ઇન્ડિયાને મદદ કરી રહ્યો છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પહેલો પંજો
શોએબ બશીરે પોતાની કારકિર્દીની બીજી ટેસ્ટ રમતા ફર્સ્ટ ક્લાસમાં પ્રથમ વખત 5 વિકેટ ઝડપી હતી. બશીરે ભારત સામે પ્રથમ દાવમાં 119 રન આપીને 5 વિકેટ લીધી હતી. ઇંગ્લિશ સ્પિનરે યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, રવિન્દ્ર જાડેજા અને આકાશ દીપને પોતાનો શિકાર બનાવ્યા હતા.


