- અશ્વિને ભારત માટે 96 ટેસ્ટ મેચમાં 499 વિકેટ લીધી
- અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 21 ટેસ્ટ મેચમાં 97 વિકેટ મેળવી
- વધુ વિકેટ લેવાના મામલે ભાગવત ચંદ્રશેખરને પાછળ છોડી દીધા
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને વિશાખાપટ્ટનમ ટેસ્ટના ચોથા દિવસે પૂર્વ ભારતીય લેગ સ્પિનર ભગવત ચંદ્રશેખરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. રવિચંદ્રન અશ્વિન હવે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં 29મી ઓવરના બીજા બોલ પર ઓલી પોપને કેપ્ટન રોહિત શર્માના હાથે કેચ આઉટ કરાવીને આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
ભાગવત ચંદ્રશેખરનો મોટો રેકોર્ડ તૂટ્યો
રવિચંદ્રન અશ્વિને હવે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 21 ટેસ્ટ મેચમાં 97 વિકેટ ઝડપી છે. રવિચંદ્રન અશ્વિને ભારત માટે 96 ટેસ્ટ મેચમાં 499 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિને 34 વખત પાંચ વિકેટ લીધી છે અને 8 વખત એક મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લીધી છે. ભૂતપૂર્વ ભારતીય લેગ સ્પિનર ભાગવત ચંદ્રશેખરે ઈંગ્લેન્ડ સામેની 23 ટેસ્ટ મેચમાં 27.27ની એવરેજથી 95 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડ સામે ભાગવત ચંદ્રશેખરનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 107 રનમાં 9 વિકેટ હતું. ભાગવત ચંદ્રશેખરે ભારત માટે 58 ટેસ્ટ મેચમાં 242 વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિને હવે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લેવાના મામલે ભાગવત ચંદ્રશેખરને પાછળ છોડી દીધા છે.
અનિલ કુંબલેએ ઈંગ્લેન્ડ સામે 92 વિકેટ લીધી હતી
ભૂતપૂર્વ ભારતીય લેગ સ્પિનર અનિલ કુંબલેએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 19 ટેસ્ટ મેચમાં 30.59ની એવરેજથી 92 વિકેટ લીધી છે. અનિલ કુંબલેએ ભારત માટે 132 ટેસ્ટ મેચમાં 619 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં અનિલ કુંબલેએ 35 વખત પાંચ વિકેટ ઝડપી છે અને 8 વખત એક મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લીધી છે. બિશન સિંહ બેદીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 22 ટેસ્ટ મેચમાં 29.87ની એવરેજથી 85 વિકેટ લીધી છે. બિશન સિંહ બેદીએ ભારત માટે 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં, બિશન સિંહ બેદીએ 14 વખત પાંચ વિકેટ અને એક મેચમાં 10 વિકેટ ઝડપી છે.
જેમ્સ એન્ડરસન આ યાદીમાં ટોચ પર છે
ઈંગ્લેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનનો ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે શાનદાર રેકોર્ડ છે. જેમ્સ એન્ડરસને ભારત સામે અત્યાર સુધીમાં 36 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 144 વિકેટ લીધી છે. જેમ્સ એન્ડરસને ભારત વિરૂદ્ધ ટેસ્ટ મેચમાં 6 વખત પાંચ વિકેટ લેવાનું કારનામું કર્યું છે. જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં 695 વિકેટ લીધી છે.


