- જાડેજા બીજી ટેસ્ટ મેચનો ભાગ નહીં
- ઓલરાઉન્ડર ખેલાડી ઈજાના કારણે ટીમથી બહાર
- આજથી ભારત-ઈંગ્લેન્ડની વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે બીજી ટેસ્ટ મેચ
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે ઈંગ્લેન્ડની સામે બીજી ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. આ પહેલા પહેલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન આપ્યું હતું. જાડેજાએ રન બનાવવાની સાથે સાથે વિકેટ પણ લીધી. આ પછી તેમને સ્નાયુઓમાં ખેંચાણના કારણે બીજી ટેસ્ટ મેચથી બહાર થવું પડ્યું. જાડેજાએ હાલમાં ફેન્સ માટે અપડેટ શેયર કર્યું છે. તેઓએ સોશિયલ મીડિયા પર વીડિયો શેયર કર્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો વીડિયો
જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો છે. તેમાં તે ટ્રેનિંગ લેતા જોવા મળી રહ્યા છે. જાડેજા રનિંગ કરી રહ્યા છે. તેમના આ વીડિયોને 2 લાખથી વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે. જાડેજાએ ઈંગ્લેન્ડની સામે પહેલી ટેસ્ટમાં 89 રન બનાવ્યા હતા. તેની સાથે જ તેમણે 5 વિકેટ પણ લીધી હતી. જાડેજાએ ટીમ ઈન્ડિયાને માટે ઓલ રાઉન્ડ પરફોર્મન્સ આપ્યું હતું. જો કે ભારતીય ટીમ જીત મેળવી શકી ન હતી. હવે જાડેજા બીજી ટેસ્ટનો ભાગ નથી.
ભારત-ઈંગ્લેન્ડની વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે બીજી ટેસ્ટ મેચ
ભારત-ઈંગ્લેન્ડની વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. આ મેચ સવારે 9.30 વાગે શરૂ થશે. ટીમ ઈન્ડિયા મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે. રજત પાટીદારને પ્લેઈંગ 11માં સામેલ કરી શકાય છે. કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર પણ ઈંગ્લેન્ડની સામે બીજી ટેસ્ટ મેચ રમી શકે છે. ગિલ પહેલી મેચમાં ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. જો કે તે પણ આ મેચમાં રમી શકે છે. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે પહેલી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બીજી ઈનિંગમાં મુશ્કેલીમાં આવી હતી.


