રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં ભારતીય કેપ્ટન તરીકે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્મા ભારતના વનડે કેપ્ટન તરીકે 50મી મેચ પૂર્ણ કરીને વિરાટ કોહલી અને એમએસ ધોનીના વિશિષ્ટ ક્લબમાં જોડાઈ ગયો છે.
આ સિદ્ધિ મેળવનાર તે આઠમો ભારતીય બન્યો છે. આ સાથે, તે એમએસ ધોની, વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજોના લિસ્ટમાં જોડાઈ ગયો છે.
સૌથી વધુ મેચોમાં કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ ધોનીના નામે
સૌથી વધુ વનડે મેચોમાં ભારત માટે કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે છે. તે ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક છે. તેની કેપ્ટનશીપ હેઠળ, ભારતે 2011 માં ODI વર્લ્ડકપનો ખિતાબ જીત્યો. રોહિત શર્માને કેપ્ટનશીપ સોંપતા પહેલા વિરાટ કોહલીએ 95 મેચોમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ પણ કર્યું છે.
સૌથી વધુ ODI મેચોમાં ભારતનું નેતૃત્વ કરનાર ખેલાડીઓ
એમએસ ધોની: 200
મોહમ્મદ અઝહરુદ્દીન: 174
સૌરવ ગાંગુલી: 146
વિરાટ કોહલી: 95
રાહુલ દ્રવિડ: 79
કપિલ દેવ: 74
સચિન તેંડુલકર: 73
રોહિત શર્મા: 50*
સુનીલ ગાવસ્કર: 37
દિલીપ વેંગસરકર: 18
રોહિત શર્માએ સૌરવ ગાંગુલીનો તોડશે રેકોર્ડ
જો ભારત બીજી વનડેમાં ઈંગ્લેન્ડને હરાવે છે, તો રોહિત ગાંગુલીના રેકોર્ડને તોડી નાખશે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો ચોથો સૌથી સફળ કેપ્ટન બનશે. ભારતીય કેપ્ટન તરીકે, રોહિતે અત્યાર સુધીમાં તમામ ફોર્મેટમાં 135 મેચોમાંથી 97 મેચ જીતી છે. સૌરવ ગાંગુલીએ 195 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. આમાં તેને 97 મેચ જીતી છે.
રોહિત શર્માએ ક્રિસ ગેલને છોડ્યો પાછળ
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. તેના નામે 267 મેચમાં 333* છગ્ગા છે. હિટમેન આજે ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે.


