- રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાશે
- ઈંગ્લેન્ડ સામેની છેલ્લી 3 ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો આકાશ દીપ
- એક મેચમાં 10 વિકેટ લેવાનું પરાક્રમ એક વાર કરી ચુક્યો છે આકાશ દીપ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રમાશે. રાજકોટમાં બંને ટીમો સામસામે ટકરાશે. હાલમાં આ ટેસ્ટ સિરીઝ 1-1 થી બરાબર છે. હૈદરાબાદ ટેસ્ટમાં અંગ્રેજોએ ભારતને હરાવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમમાં બેન સ્ટોક્સની આગેવાનીમાં અંગ્રેજોને હરાવ્યા હતા. જોકે, આકાશ દીપને ઈંગ્લેન્ડ સામેની છેલ્લી 3 ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો છે. એટલે કે, આકાશ દીપ ઈંગ્લેન્ડ સામેની બાકીની 3 ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.
આ ટીમો માટે રમ્યો છે આકાશ દીપ
IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઉપરાંત આકાશ દીપે ઘરેલું ક્રિકેટમાં રેસ્ટ ઓફ ઇન્ડિયા અને બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું છે. આંકડા દર્શાવે છે કે આકાશ દીપે 29 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 3.04ની ઇકોનોમી અને 23.18ની એવરેજ સાથે 103 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. આ યુવા બોલરે 4 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. જ્યારે એક મેચમાં 10 વિકેટ લેવાનું પરાક્રમ એક વાર કરી ચુક્યો છે. આ સિવાય આકાશ દીપે 28 લિસ્ટ-એ મેચ રમી છે.
આવુ રહ્યું આકાશ દીપનું કરિયર
આકાશ દીપે લિસ્ટ-A મેચોમાં 24.50ની એવરેજ અને 30.4ની સ્ટ્રાઈક રેટથી 42 વિકેટ લીધી છે. આ સિવાય 41 T20 મેચોમાં તેણે 7.52ની ઈકોનોમી અને 18.1ની સ્ટ્રાઈક રેટ સાથે 48 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. હાલમાં જ આકાશ દીપ ઈંગ્લેન્ડ લાયન્સ સામે જોવા મળ્યો હતો. આકાશ દીપે ઈંગ્લેન્ડ લાયન્સ સામે 3 મેચમાં 13 વિકેટ ઝડપી હતી. જો કે, એ જોવાનું રસપ્રદ રહેશે કે આકાશ દીપ ઈંગ્લેન્ડ સામેની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવામાં સફળ થાય છે કે નહીં?


