- ભારતના હાથે સતત બીજી હાર બાદ ઈંગ્લેન્ડની ટીમની મજાક ઉડી
- સિરીઝ પહેલા ઈંગ્લેન્ડની બેઝબોલ ક્રિકેટને લઈને ઘણી ચર્ચાઓ થઈ
- રિચાર્ડ કેટલબરોએ સોશિયલ મીડિયા પર RIP બેઝબોલ લખ્યું
સિરીઝની ત્રીજી મેચમાં ભારતના હાથે સતત બીજી હાર બાદ હવે સોશિયલ મીડિયા પર ઈંગ્લેન્ડની ટીમની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. એક અમ્પાયરે પણ ઈંગ્લેન્ડની ટીમના બેઝબોલ ક્રિકેટનો આનંદ માણતા સોશિયલ મીડિયા પર RIP બેઝબોલ લખ્યું. હકીકતમાં, પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 434 રને હરાવ્યું હતું. જોકે ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં બેઝબોલ ક્રિકેટ રમવા માટે જાણીતું છે. ભારત સાથે ચાલી રહેલી સિરીઝ પહેલા ઈંગ્લેન્ડની બેઝબોલ ક્રિકેટને લઈને ઘણી ચર્ચા થઈ હતી.
ભારત સામે ના દેખાયું ઇંગ્લેન્ડનું બેઝબોલ
ઈંગ્લેન્ડની બેઝબોલ ક્રિકેટ હજુ સુધી ભારત સામે જોવા મળી નથી. દરેક મેચમાં ઈંગ્લેન્ડની નબળી બેટિંગ જોવા મળી રહી છે. જેના કારણે મહેમાન ટીમને ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત સામે 434 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
રિચાર્ડ કેટલબરોએ સોશિયલ મીડિયા પર RIP બેઝબોલ લખ્યું
ઈંગ્લેન્ડની ટીમે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવીને જીત મેળવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં શાનદાર વાપસી કરી અને સતત બે મેચ જીતી. સિરીઝની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાના હાથે ઈંગ્લેન્ડને 434 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ હવે ફરી એકવાર ઈંગ્લેન્ડની બેડબોલ ક્રિકેટની મજાક ઉડાવવામાં આવી રહી છે. હવે અમ્પાયર રિચર્ડ કેટલબરોએ પણ ઈંગ્લિશ ટીમની મજા માણી છે. ઇંગ્લેન્ડની ટીમ ત્રીજી ટેસ્ટ મેચ હારી ગયા પછી, અમ્પાયર રિચર્ડ કેટલબરોએ X પર લખ્યું કે માર્ક વૂડે ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 15 બોલમાં 33 રન ફટકારીને ઇંગ્લેન્ડની ટીમ માટે સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. RIP બેઝબોલ!
ઓલ આઉટ થયું ઇંગ્લેન્ડ
વાસ્તવમાં, ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં બેટિંગ કરતા ઇંગ્લેન્ડની આખી ટીમ માત્ર 122 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ ઇનિંગમાં ઇંગ્લેન્ડના પાંચ બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. રાજકોટ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર માર્ક વૂડે સૌથી વધુ રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં માર્ક વુડના બેટમાંથી 33 રન થયા હતા. માર્ક વૂડે બોલર હોવાના કારણે બીજી ઈનિંગમાં બેટ્સમેન કરતાં વધુ રન બનાવ્યા હતા, જેના કારણે અમ્પાયર રિચર્ડ કેટલબરો ઈંગ્લિશ ટીમની મજા લેતા જોવા મળ્યા હતા.
બેઝબોલ ક્રિકેટ ફ્લોપ સાબિત થયું
જ્યારથી ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મેક્કુલમ ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કોચ બન્યા છે ત્યારથી ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં તેની આક્રમક બેટિંગ માટે જાણીતી છે. પરંતુ ભારતીય ટીમ સામે ઈંગ્લેન્ડનું બેઝબોલ ક્રિકેટ ફ્લોપ સાબિત થયું હતું. ઈંગ્લેન્ડે સિરીઝમાં ભારતીય ટીમ સામે સતત બે મેચ હારી છે. જેના કારણે ટીમ ઈન્ડિયાએ હવે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે.


