- નેધરલેન્ડ વિરુદ્ધ ભારતની શાનદાર જીત
- ભારતીય ટીમે તમામ લીગ મેચમાં મેળવી જીત
- નેધરલેન્ડનો ખેલાડી વિરાટ કોહલીનો ફેન બન્યો
વર્લ્ડકપ 2023માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. નેધરલેન્ડ વિરુદ્ધ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરીને 51 રનની ઈનિંગ રમી હતી. કોહલીને બેટિંગની ટેકનીક અને રેકોર્ડ બનાવવાની ક્ષમતાએ તેને અલગ બેટ્સમેન બનાવ્યો છે. આ જ કારણે દુનિયાના મોટામાં મોટો અને નાનામાં નાનો બેટ્સમેન કોહલીનો ફેન છે.
વિરાટ કોહલીએ મેરવેની ઈચ્છા પૂર્ણ કરી
નેધરલેન્ડ વિરુદ્ધ મેચ બાદ વિરાટ કોહલીને નેધરલેન્ડના ખેલાડી રૂલોફ વેન ડેર મેરવેને પોતાના ઓટોગ્રાફ વાળી જર્સી ભેટમાં આપી છે. મેચ બાદ મેરવેએ વિરાટ કોહલી પાસે તેના ઓટોગ્રાફવાળી જર્સીની માંગ કરી હતી. જે કોહલી પૂર્ણ કરી છે. મેરવે નેધરલેન્ડનો 38 વર્ષીય ઓલરાઉન્ડર ખેલાડી છે. જો કે, આ વર્લ્ડકપમાં મેરવે કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી
અગાઉ બાબરે ઓટોગ્રાફ વાળી જર્સી માંગી હતી
આ પહેલાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે વિરાટ કોહલી પાસેથી જર્સી પર ઓટોગ્રાફ લીધો હતો. જો કે, પાકિસ્તાનના કેપ્ટનને જર્સી પર ઓટોગ્રાફ લેવા પર પાકિસ્તાનમાં ખુબ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનના લોકોને આ વાત પસંદ આવી નહતી.
વર્લ્ડકપમાં ટોપ સ્કોરર છે કોહલી
વિરાટ કોહલી નેધરલેન્ડ વિરુદ્ધ 51 રન બનાવીને વર્લ્ડકપ 2023માં ટોપ સ્કોરર બન્યો છે. કોહલીના આ વર્લ્ડકપમાં 594 રન થયા છે. વધુ રન બનાવવા મામલે કોહલીએ સાઉથ આફ્રિકાના ક્વિંટન ડી કોક અને ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રને પાછળ છોડ્યા છે. ક્વિંટન ડી કોકના નામે આ વર્લ્ડકપમાં 591 રન છે. સાથે રચિન રવિન્દ્રના નામે 565 રન છે. ટોપ 5 બેટ્સમેનની યાદીમાં વિરાટ કોહલી સાથે રોહિત શર્મા પણ 503 રન સાથે ત્રીજા નંબર પર છે.


