- આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ
- ભારતના ટોપ 5 બેટ્સમેનોએ રચ્યો ઇતિહાસ
- ભારતના ટોપ 5 બેટ્સમેનોએ 50 પ્લસ રન બનાવ્યા
ભારતીય ટીમે નેધરલેન્ડ સામે તેની શાનદાર બેટિંગ ચાલુ રાખી છે. કેપ્ટન રોહિત શર્મા અને તેના સાથી ઓપનર શુભમન ગિલે શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ માત્ર 71 બોલમાં 100 રન જોડ્યા હતા. ગિલે 51 અને રોહિતે 61 રન બનાવ્યા હતા. આ પછી વિરાટ કોહલી, શ્રેયસ અય્યરે અને લોકેશ રાહુલે પણ 50 પ્લસ રનની ઇનિંગ્સ રમી હતી. આ રીતે ટોપ 5ના પાંચ બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી હતી. વનડે વર્લ્ડકપની એક ઇનિંગમાં આવું પહેલીવાર બન્યું છે.
ટોપ 5 એ ઇતિહાસ રચ્યો
ટીમ ઈન્ડિયાના ટોપ 5 ખેલાડીઓ રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને લોકેશ રાહુલે કમાલ કરી છે. આ પાચ ખોલાડીઓએ મળીને ODI વર્લ્ડકપમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા, ODI વર્લ્ડકપની એક પણ ઇનિંગમાં એવું બન્યું નથી કે ટોચના પાંચ બેટ્સમેનોએ 50 પ્લસ રન બનાવ્યા હોય. વર્લ્ડકપ 2023માં રોહિત શર્મા અને શુભમન ગિલ બંને માટે આ ત્રીજી ફિફ્ટી હતી.
ભારત માટે ટોચના 4માં પચાસ પ્લસ સ્કોર
- વિ. ઈંગ્લેન્ડ, ઈન્દોર, 2006
- વિ ઈંગ્લેન્ડ, લીડ્ઝ, 2007
- વિ. પાકિસ્તાન, બર્મિંગહામ, 2017
- વિ. પાકિસ્તાન, કોલંબો (પ્રેમદાસા), 2023
- વિ નેધરલેન્ડ્સ, બેંગલુરુ, (સમાન મેચ)
રોહિતની રેકોર્ડ ઇનિંગ્સ
જ્યારે રોહિત શર્માએ આ ઇનિંગમાં 61 રન બનાવ્યા અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100મી ફિફ્ટી પણ હતી. આ સિવાય સ્થાનિક ફેન્સને વિરાટ કોહલી પાસેથી 50મી ODI સદીની આશા હતી. પરંતુ તે સચિન તેંડુલકરનો મહાન રેકોર્ડ તોડી શક્યો ન હતો. તેમજ શુભમન ગિલે 32 બોલમાં 51 રનની ઝડપી ઇનિંગ રમી હતી.


