- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની સેમીફાઈલ મેચ
- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમ આવી આમને-સામને
- ભારત વર્ષ 2019નો બદલો લેવા મેદાને
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ 2023ની સેમીફાઇનલ મેચ શરૂ થઈ ગઈ છે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને છે. અહીં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજે બંને ટીમોના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર થયો નથી.
ટોસ બાદ રોહિત શર્માએ શું કહ્યું?
ટોસ જીત્યા બાદ રોહિત શર્માએ કહ્યું કે, અમે પહેલા બેટિંગ કરીશું. પિચ સારી છે. થોડી ધીમી લાગે છે. ન્યૂઝીલેન્ડ ખૂબ જ નિયમિત પ્રદર્શન કરતી ટીમ રહી છે. આજનો દિવસ આપણા માટે મોટો છે. અમારી ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ટોસ બાદ ન્યૂઝીલેન્ડના કેપ્ટને શું કહ્યું?
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું કે, અમે પણ અહીં પહેલા બેટિંગ કરવાનું વિચાર કરતા હતા. જો કે, ટોસ અમારા હાથમાં નથી. એટલે હવે અમે પહેલા બોલિંગમાં અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશું. આ પછી અમે બીજી ઈનિંગમાં ઝાકળની અપેક્ષા રાખીશું. તે એક મહાન તક છે. સ્થિતિ ચાર વર્ષ પહેલા જેવી જ છે પરંતુ સ્થળ અલગ છે. અમે પણ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ
ન્યૂઝીલેન્ડ- ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન(કેપ્ટન), ડેરિલ મિચેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટોમ લાથમ, મિચેલ સેંટનર, ટીમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યૂસન


