- મોહમ્મદ શમી વર્લ્ડકપમાં 50 વિકેટ લીધી
- શમીએ વર્લ્ડકપમાં સૌથી ઝડપી 50 વિકેટ લીધી
- વર્લ્ડકપ 2023માં મોહમ્મદ શમીએ 20 વિકેટ લીધી
મોહમ્મદ શમી ODI વર્લ્ડકપ 2023માં તેની માત્ર છઠ્ઠી મેચ રમી રહ્યો છે. તેણે સેમી ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટ લઈને ફરી એકવાર કમાલ કરી બતાવી છે. તેની પાસે હજુ ચાર ઓવર બાકી છે. તેની પ્રથમ બે ઓવરમાં તેણે ટીમને પ્રથમ બે સફળતા અપાવી હતી. તે પછી જ્યારે વિલિયમસન અને મિશેલ ક્રિઝ પર હતા ત્યારે તેણે આવીને એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તેણે વર્લ્ડકપમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી હતી.
શમીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
આ વર્લ્ડકપમાં છઠ્ઠી મેચમાં જ 20 વિકેટ લેનાર મોહમ્મદ શમીએ ભારત માટે વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે તે 50 વિકેટ લેનાર પ્રથમ ભારતીય છે.સાથે જ તે વર્લ્ડકપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનાર ખેલાડી બની ગયો છે. તેણે સૌથી ઓછી મેચો અને સૌથી ઓછા બોલ બંનેના સંદર્ભમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો અને ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કને પાછળ છોડી દીધો.
વર્લ્ડકપમાં સૌથી ઝડપી 50 વિકેટ (મેચ મુજબ)
- 17 મેચ- મોહમ્મદ શમી
- 19 મેચ- મિચેલ સ્ટાર્ક
- 25 મેચ- લસિથ મલિંગા
- 28 મેચ- ટ્રેન્ટ બોલ્ટ
વર્લ્ડકપમાં સૌથી ઝડપી 50 વિકેટ (બોલ દ્વારા)
- 795 બોલ- મોહમ્મદ શમી
- 941 બોલ- મિચેલ સ્ટાર્ક
- 1187 બોલ- લસિથ મલિંગા
- 1540 બોલ- ગ્લેન મેકગ્રા
- 1543 બોલ- ટ્રેન્ટ બોલ્ટ
વર્લ્ડકપ 2023માં મોહમ્મદ શમીનો જાદુ
મોહમ્મદ શમીની વાત કરીએ તો તે વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. માત્ર નેધરલેન્ડ સામેની છેલ્લી મેચમાં તેને કોઈ વિકેટ મળી ન હતી. આ સિવાય તેણે દરેક મેચમાં વિકેટ લીધી છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની લીગ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. જે બાદ તેને ઇંગ્લેન્ડ સામે ચાર, શ્રીલંકા સામે પાંચ અને દક્ષિણ આફ્રિકા સામે બે સફળતા મળી હતી.


