ભારત વિરુદ્ધ બાબર આઝમ રન બનાવશે કે પથી અફરીદી ? કે પછી મોહમ્મદ રિઝવાન પોતાની કેપ્ટન્સીથી મેચ બદલી નાંખશે ? આ સવાલોનો જવાબ તો સમય આવ્યેજ ખબર પડે. ભારત વિરુદ્ધ છેલ્લી મેચમાં પાકિસ્તાની ટીમ તરફથી કોણ દમદાર પ્રદર્શન કરશે તે જોવુ પડશે. જે પહેલા જાણવા જરૂરી છે કે ભારત વિરુદ્ધ મેચમાં ફાઇનલમાં પાકિસ્તાન કઈ પ્લેઇંગ ઇલેવનને મેદાનમાં ઉતારશે? ત્યારે આવો જાણીએ સંભવિત પ્લેઇંગ ઇલેવનમાં કોણ હોઇ શકે.
ઓપનિંગમાં કોણ હશે?
સ્ટાર બેટ્સમેન બાબર આજે ઇનિંગની શરૂઆત કરશે. ઇમામ ઉલ હક તેમને સાથ આપી શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ ફખર ઝમાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. તેમના સ્થાને ઇમામનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ત્રીજા નંબરે આવશે.
આ લોકો મિડલ ઓર્ડરમાં ઇન્ચાર્જ હોઇ શકે
ન્યૂઝીલેન્ડ સામે ફખર ઝમાનની જગ્યાએ સઈદ શકીલ ઓપનર તરીકે મેદાનમાં આવ્યો હતો પરંતુ તે 19 બોલમાં ફક્ત 6 રન જ બનાવી શક્યો હતો. તેમના સ્થાને કામરાન ગુલામને તક મળી શકે છે. આ પછી ઉપકપ્તાન સલમાન આગા આવશે. તેણે ન્યૂઝીલેન્ડ સામે 28 બોલમાં 42 રન બનાવ્યા હતા. જ્યારે ખુશદિલ શાહ પણ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખશે જેણે પહેલી મેચમાં 49 બોલમાં 69 રન બનાવ્યા હતા. તૈયબ તાહિર ન્યુઝીલેન્ડ સામે નિષ્ફળ રહ્યો હતો અને તેનું બહાર થવું નિશ્ચિત છે. તેની જગ્યાએ ફહીમ અશરફ લઇ શકે છે.
શું બોલિંગમાં થશે ફેરફાર ?
પાકિસ્તાનના ત્રણ મુખ્ય ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રૌફે ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં ઉતર્યા હતા. સ્પિન ડિપાર્ટમેન્ટનો હવાલો અબરાર અહમદે સંભાળ્યો હતો.
ન્યુઝીલેન્ડ સામે નસીમે 10 ઓવરમાં 63 રન આપીને બે વિકેટ લીધી હતી અને હેરિસે 10 ઓવરમાં 83 રન આપીને બે વિકેટ લીધી હતી. જ્યારે શાહિને કોઈ વિકેટ આપ્યા વિના 68 રન ખર્ચ્યા હતા. જોકે, રિઝવાન તેના પેસ આક્રમણમાં કોઈ ફેરફાર કરવા માંગશે નહીં કારણ કે દુબઈમાં ફાસ્ટ બોલરોનું વર્ચસ્વ હોય છે. આ ત્રણ બોલરોમાંથી કોઈપણ ભારત માટે મોટો ખતરો બની શકે છે. જ્યારે એકમાત્ર ફુલ ટાઇમ સ્પિનર અબરાર પણ ટીમમાં રહેશે. પહેલી મેચમાં તેણે 10 ઓવરમાં 47 રન આપીને એક વિકેટ લીધી હતી.
ભારત સામે પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન
બાબર આઝમ, ઇમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન-વિકેટકીપર), સલમાન અલી આગા, કામરાન ગુલામ, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, હરિસ રૌફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી અને અબરાર અહેમદ.


