ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાનની ટીમોએ એક-એક મેચ રમી છે. ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી, જ્યારે પાકિસ્તાન હારી ગયું હતું. હવે બંને ટીમો એક મોટી મેચ માટે દુબઈમાં આમને-સામને છે.
ટીમ ઈન્ડીયા પાસે એક જ વિકેટ કિપર
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની શાનદાર મેચ આજે બપોરે 2.30 વાગ્યે શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તમામની નજર ભારત-પાકિસ્તાનની આ મહાન ટક્કર પર છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત મેચના એક દિવસ પહેલા બીમાર પડી ગયો છે. પંતની બીમારીએ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે, કારણ કે હવે ટીમ ઈન્ડિયાની પાસે કેએલ રાહુલના રૂપમાં ફક્ત એક જ વિકેટકીપર છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે બંને ટીમોની ટીમ
ભારત – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર
પાકિસ્તાન – મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), ઇમામ ઉલ હક, બાબર આઝમ, સઈદ શકીલ, સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહમદ, કામરાન ગુલામ, ફહીમ અશરફ, મોહમ્મદ હસનૈન, ઉસ્માન ખાન
બુમરાહ મેચ જોવા પહોંચ્યો
જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025નો ભાગ નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસની છેલ્લી મેચ દરમિયાન બુમરાહ ઘાયલ થયો હતો, ત્યારબાદ તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. જેના કારણે તેની ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે પસંદગી થઈ નથી. જસપ્રીત બુમરાહ તેની પીઠની ઇજાથી પરેશાન છે, જેના કારણે તે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં ફિટ થવા માટે કામ કરી રહ્યો છે. આ દરમિયાન, જસપ્રીત બુમરાહ ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દુબઈ પહોંચી ગયો છે.


