- ભારતીય ટીમે પાકિસ્તાન સામે 259 રન બનાવ્યા
- પાકિસ્તાન તરફથી મોહમ્મદ જીશાને સૌથી વધુ ચાર વિકેટ લીધી
- પાકિસ્તાની બોલરે રૂદ્ર પટેલની ખૂબ નજીક જઈને તેને મુક્કો મારવાનો પ્રયાસ કર્યો
એશિયા કપની પોતાની બીજી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે 259 રન બનાવ્યા છે. પાકિસ્તાનને આ મેચ જીતવા માટે 260 રનની જરૂર છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારતના ત્રણ બેટ્સમેન અડધી સદી ફટકારવામાં સફળ રહ્યા હતા.
આદર્શ સિંહે 62 રન બનાવ્યા
ટીમ માટે ભારતના ઓપનિંગ બેટ્સમેન આદર્શ સિંહે સૌથી વધુ 62 રન બનાવ્યા. આ સિવાય કેપ્ટન ઉદય સહારને પણ 60 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સચિન દાસના બેટમાંથી 58 રન આવ્યા હતા. પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન તરફથી મોહમ્મદ જીશાને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે અમીર હસન અને કુવૈત શાહ બે-બે વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
બોલરે જોશમાં ગુમાવ્યો હોશ
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન મેદાન પર ખેલાડીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણ જોવા મળે છે. અંડર-19 એશિયા કપની મેચ દરમિયાન પણ કંઈક આવું જ બન્યું હતું. વિકેટ લીધા બાદ પાકિસ્તાની બોલર એટલો ઉત્સાહિત થઈ ગયો કે તે ભારતીય બેટ્સમેનની નજીક આવ્યો અને તેને મુક્કો મારવાનો પ્રયાસ કર્યો.
વીડિયો વાયરલ
મોહમ્મદ જીશાન ભારતીય ઇનિંગ્સની 12મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. ઝીશાનની સામે બેટિંગ કરનાર બેટ્સમેન રુદ્ર પટેલ હતો. મોહમ્મદ જીશાને રૂદ્ર પટેલને કેચ આઉટ કરાવ્યો હતો. પરંતુ આ પછી તેણે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે રૂદ્ર પટેલની ખૂબ નજીક જઈને તેને મુક્કો મારવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. જો કે, ભારતીય બેટ્સમેને ઝીશાનની હરકતને અવગણી હતી અને ત્યાંથી પેવેલિયન તરફ ચાલવાનું ચાલુ રાખ્યું હતું.


