પાકિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. દુબઈના મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં રોહિત ODI ફોર્મેટમાં ઓપનર તરીકે સૌથી ઝડપી 9,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તેને અનેક દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. રોહિતે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો પણ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
હિટમેન વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો
માત્ર ભારત માટે જ નહીં, પરંતુ રોહિત શર્મા ઓપનર તરીકે ODIમાં 9,000 રન પૂરા કરનાર સૌથી ઝડપી ખેલાડી પણ બની ગયો છે. તેને 181 ઈનિંગ્સમાં પોતાના 9,000 રન પૂરા કર્યા છે. જ્યારે સચિન તેંડુલકરે ઓપનર તરીકે 197 ઈનિંગ્સમાં સૌથી ઝડપી 9,000 રન પૂરા કર્યા હતા. આ યાદીમાં ત્રીજા સ્થાને સૌરવ ગાંગુલીનું નામ આવે છે, જેને 231 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ મેળવી હતી. ત્યારબાદ ક્રિસ ગેલ 246 ઈનિંગ્સ સાથે ચોથા સ્થાને છે.
20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સામેની આ મેચમાં રોહિત શર્મા મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો છે. તેણે 15 બોલમાં 20 રન બનાવ્યા છે. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો છે. જોકે, રોહિતે ભારતને સારી શરૂઆત કરાવી, તે પાકિસ્તાની બોલરો સામે મુક્તપણે બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ શાહીન આફ્રિદીએ તેને ક્લીન બોલ્ડ કર્યો. ODIમાં શાહીને 5 ODI મેચમાં 3 વખત રોહિત શર્માને પેવેલિયન પાછો મોકલ્યો છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 241 રન બનાવ્યા છે. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે 76 બોલમાં 62 રનની ઈનિંગ રમી. તે જ સમયે મોહમ્મદ રિઝવાને 46 રન બનાવ્યા.


