- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 રદ
- પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી
- ગાવસ્કરે આફ્રિકાના ક્રિકેટ બોર્ડની આકરી ટીકા કરી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. બંને વચ્ચે પ્રથમ મેચ ગયા રવિવારે (10 ડિસેમ્બર) ડરબનમાં રમાવાની હતી, પરંતુ વરસાદને કારણે મેચ માટે ટોસ પણ થઈ શક્યો ન હતો. હવે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 વરસાદને કારણે રદ થતાં સુનીલ ગાવસ્કર ગુસ્સે થઈ ગયા હતા. તેણે સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડની આકરી ટીકા કરી હતી.
વાસ્તવમાં, ગાવસ્કરને ગુસ્સો હતો કે વરસાદ દરમિયાન મેદાન સંપૂર્ણપણે ઢંકાયેલું નહોતું. ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે દરેક બોર્ડ પાસે એટલા પૈસા તો હોય જ છે કે સંપૂર્ણપણે મેદાન ઢાંકી શકે. જો એવું નથી, તો તેઓ જૂઠું બોલી રહ્યા છે.
તમામ ક્રિકેટ બોર્ડને ઘણા પૈસા મળે છે
એક ચેનલ પર વાત કરતી વખતે ગાવસ્કરે કહ્યું, “તમામ ક્રિકેટ બોર્ડને ઘણા પૈસા મળે છે. જો તેઓ કહે છે કે તેમને પૈસા નથી મળતા, તો તેઓ ખોટું બોલે છે. ભલે તેમની પાસે BCCI જેટલા પૈસા ન હોય, પરંતુ દરેક બોર્ડ પાસે એટલા પૈસા તો હોય જ કે સંપૂર્ણ મેદાન ઢાકવા માટે કવર ખરીદી શકે.
ગાવસ્કરે આ મેદાનની પ્રશંસા કરી
ગાવસ્કરે ઈડન ગાર્ડન મેદાનની વધુ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કેવી રીતે ઈડન ગાર્ડનનું આખું મેદાન કવરથી ઢંકાયેલું છે. એક ટેસ્ટ મેચને યાદ કરતા તેણે કહ્યું, “મને યાદ છે કે ઈડન ગાર્ડનમાં એક ટેસ્ટ મેચ હતી જેમાં રમત શરૂ થતા પહેલા થોડી સમસ્યા હતી અને પછીની મેચમાં ઈડન ગાર્ડન સંપૂર્ણપણે કવર થઈ ગયું હતું. તમે આવી પહેલ કરવા ઈચ્છો છો. તે સમયે સૌરવ ગાંગુલી ચાર્જમાં હતો અને તેણે ખાતરી કરી હતી કે મેદાન પર કોઈ આંગળી ચીંધે નહીં.
બીજી T20 12મી ડિસેમ્બરે રમાશે
નોંધનીય છે કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ મંગળવારે 12 ડિસેમ્બરે રમાશે. બીજી T20 ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે.


