- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ
- સાઉથ આફ્રિકાએ ભારત સામે 11 રનની લીડ મેળવી
- ડિન એલ્ગરે 211 બોલમાં 140 રનની અણનમ ઈનિંગ રમી
સેન્ચુરિયનમાં ભારત સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસ સુધીમાં સાઉથ આફ્રિકાએ 11 રનની લીડ મેળવી લીધી હતી. સાઉથ આફ્રિકા માટે કેપ્ટન ડીન એલ્ગરે શાનદાર પ્રદર્શન કર્યું છે. સદી ફટકાર્યા બાદ તે અણનમ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા હાલ બેકફૂટ પર છે. કેએલ રાહુલ સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. આ પછી શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણ બોલિંગમાં પણ થોડા મોંઘા સાબિત થયા છે. ભારતીય ટીમ હાલમાં ત્રણ કારણોસર પાછળ છે.
બેટિંગમાં ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન
કેએલ રાહુલ સિવાય કોઈ બેટ્સમેન લાંબો સમય બેટિંગ કરી શક્યો નહોતો. રાહુલે 14 ફોર અને 4 સિકસરની મદદથી 101 રન બનાવ્યા હતા. આ પહેલા ઓપનર યશસ્વી જયસ્વાલ 17 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા 5 રન બનાવીને અને શુભમન ગિલ 2 રન બનાવીને આઉટ થયા હતા. એ જ રીતે વિરાટ કોહલી 38 રન અને ઐયર 31 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. નબળી બેટિંગના કારણે ટીમ ઈન્ડિયા પાછળ રહી ગઈ હતી. ભારતીય ટીમ પ્રથમ દાવમાં 245 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતીય બોલર ડીન એલ્ગરને આઉટ ન કરી શક્યા
બીજા દિવસની રમતના અંત સુધીમાં સાઉથ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવીને 256 રન બનાવી લીધા હતા. ડીન એલ્ગર તેની સદી બાદ પણ અણનમ રહ્યો હતો. તેણે 211 બોલમાં 23 ફોર 140 રન બનાવ્યા છે . એલ્ગરે ભારતીય બોલરો પર પ્રભુત્વ જમાવ્યું છે. તેની સાથે ડેવિડ બેડિંગહામે પણ સારી બેટિંગ કરી હતી. જોકે, તે ફિફટી ફટકારીને આઉટ થયો હતો.
શાર્દુલ ઠાકુર મોંઘો સાબિત થયો
ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ લીધી હતી. ક્રિષ્ના અને સિરાજે ચોક્કસપણે વિકેટ લીધી પરંતુ તે થોડો મોંઘો સાબિત થયો હતો. શાર્દુલ ઠાકુર પણ મોંઘો સાબિત થયો. તેણે 12 ઓવરમાં 57 રન આપ્યા હતા. સિરાજે 15 ઓવરમાં 63 રન આપ્યા હતા. ટીમ ઈન્ડિયાને હવે ત્રીજા દિવસના પહેલા સેશનમાં સારી બોલિંગ કરવાની અને ડીન એલ્ગરને આઉટ કરવાની જરૂર પડશે.


