ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે સીરિઝની પહેલી મેચ 17 રનથી જીતી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં શાનદાર વાપસી કરીને 4 વિકેટથી જીત મેળવી અને શ્રેણી 1-1થી બરાબર કરી દીધી. સીરિઝની ત્રીજી મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ બની ગઈ છે.


