- સાઉથ આફ્રિકા સામે ભારતની 106 રને જીત
- ત્રણ મેચની T20 સિરીઝ 1-1થી બરાબર
- ભારતની આ સૌથી મોટી ત્રીજી જીત
સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમે T20 સિરીઝની ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકાને 106 રને હરાવ્યું હતું. આ મેચમાં ભારત તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવે સદી ફટકારી હતી, જ્યારે બર્થડે બોય કુલદીપ યાદવે બોલિંગ કરતા પોતાના ખાતામાં 5 વિકેટ લીધી હતી. ત્રીજી મેચ બાદ સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ હતી કારણ કે પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થયા બાદ ટીમ ઈન્ડિયાને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્રીજી મેચ ભારતના નામે રહી, જેમાં ઘણા મોટા રેકોર્ડ સર્જાયા હતા.
T20 ઈન્ટરનેશનલમાં સૂર્યકુમાર યાદવની ચોથી સદી
T20 શ્રેણીમાં ભારતની કમાન સંભાળનાર સૂર્યકુમાર યાદવ હવે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેનોમાંનો એક બની ગયો છે. T20માં સૂર્યાની આ ચોથી સદી હતી. અત્યાર સુધી રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે પણ T20 ઈન્ટરનેશનલમાં ચાર સદી ફટકારી છે.
સાઉથ આફ્રિકાની ચોથી સૌથી મોટી હાર (રનોની દ્રષ્ટિએ)
- 111 રન વિ ઓસ્ટ્રેલિયા, ડરબન, 2023
- 107 રન વિ ઓસ્ટ્રેલિયા, જોહાનિસબર્ગ, 2023
- 106 રન વિ. ભારત, જોહાનિસબર્ગ, 2023*
- 97 રન વિ. ઓસ્ટ્રેલિયા, કેપ ટાઉન, 2020 ૃ
- 95 રન વિ. પાકિસ્તાન, સેન્ચુરિયન, 2023.
જન્મદિવસ પર પુરુષોની T20 આંતરરાષ્ટ્રીયમાં શ્રેષ્ઠ બોલિંગ આંકડાઓ
- 5/17 – કુલદીપ યાદવ (ભારત) વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2023*
- 4/9 – વાનિન્દુ હસરંગા (શ્રીલંકા) વિ. ભારત, કોલંબો, 2021
- 4/21 – ઈમરાન તાહિર (સાઉથ આફ્રિકા) વિ નેધરલેન્ડ, ચિટાગોંગ, 2014
- 4/25 – કાર્તિક મયપ્પન (યુએઈ) વિરુદ્ધ આયર્લેન્ડ, દુબઈ, 2021.
- T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે 5 વિકેટ ઝડપી
- 6/7 – દીપક ચહર વિ. બાંગ્લાદેશ, નાગપુર, 2019
- 6/25 – યુઝવેન્દ્ર ચહલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, બેંગલુરુ, 2017
- 5/4 – ભુવનેશ્વર કુમાર વિ અફઘાનિસ્તાન, દુબઈ, 2022
- 5/17 – કુલદીપ યાદવ વિ દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2023*
- 5/24 – ભુવનેશ્વર કુમાર વિ દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2018
- 5/24 – કુલદીપ યાદવ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, માન્ચેસ્ટર, 2018.
સાઉથ આફ્રિકા T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઓછા રનમાં ઓલઆઉટ
- 89 રન વિ. ઓસ્ટ્રેલિયા, જોહાનિસબર્ગ, 2020
- 95 રન વિ. ભારત, જોહાનિસબર્ગ, 2023*
- 96 રન વિ. ઓસ્ટ્રેલિયા, કેપ ટાઉન, 2020
- 98 રન વિ શ્રીલંકા, કોલંબો, 2018
- 100 રન વિ. પાકિસ્તાન, સેન્ચુરિયન, 2013.
T20Iમાં રનના સંદર્ભમાં ભારતની સૌથી મોટી જીત
- 168 રન વિ ન્યુઝીલેન્ડ, અમદાવાદ, 2023
- 143 રન વિ આયર્લેન્ડ, ડબલિન (મલાહાઇડ), 2023
- 106 રન વિ સાઉથ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2023*
- 101 રન વિ અફઘાનિસ્તાન, દુબઈ, 2022
- 93 રન વિ શ્રીલંકા, કટક, 2017


