- 10 ડિસેમ્બરથી ભારત અને સાઉથ આફ્રિકાની સીરિઝ શરૂ થશે
- ભારત સાઉથ-આફ્રિકા સીરિઝ પહેલાં સ્ટાર ખેલાડી લેવા માંગતો હતો સંન્યાસ
- કોચે સંન્યાસ ન લેવા માટે ખેલાડીને મનાવ્યો
ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન 3 T20 મેચની સીરિઝ રમશે. બંને ટીમે સીરિઝ માટે પોતાના ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. આ સીરિઝમાં અનેક સીનિયર ખેલાડી રમતા જોવા મળશે નહીં. સાથે ભારત-સાઉથ આફ્રિકા સીરિઝ પહેલાં આફ્રિકી કોચે મોટો ખુલાસો કર્યો છે. સાઉથ આફ્રિકાના કોચે જણાવ્યું કે, ભારત વિરુદ્ધ T20 સીરિઝ પહેલાં ક્વિંટન ડિ કોક ફોર્મેટને અલવિદા કહેવા માંગતો હતો, પરંતુ તેણે પોતાના આ નિર્ણયને રોક્યો છે.
સાઉથ આફ્રિકાના કોચે શું કહ્યું?
સાઉથ આફ્રિકાના કોચ રોબ બોલ્ટરે કહ્યું કે, અંદાજે 7 મહિના બાદ T20 વર્લ્ડકપનું આયોજન કરવમાં આવશે. આ કારણે ક્વિંટન ડિ કોકને સંન્યાસ લેવાથી રોકવામાં આવ્યો છે. ભારત વિરુદ્ધ સીરિઝમાં ક્વિંટન ડિ કોકને આરામ આપવામાં આવ્યો છે. ગત દિવસે વર્લ્ડકપ પહેલાં ક્વિંટન ડિ કોકે વનડે ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ટેસ્ટ ફોર્મેટમાંથી અગાઉ જ સંન્યાસ લીધો હતો, પરંતુ હવે તેમણે T20 ફોર્મેટમાંથી પણ સંન્યાસ લેવાનો વિચાર કર્યો હતો.
‘તે દરેક ફોર્મેટમાંથી સંન્યાસ સેવા માંગતો હતો, પરંતુ મેં…’
સાઉથ આફ્રિકાના કોચ રોબ વોલ્ટરે કહ્યું કે, જ્યારે ક્વિંટન ડિ કોકે વનડે ફોર્મેટમાં અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો, તો તે સમયે તેની સાથે વાતચીત થઈ હતી. તે તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવા માંગતો હતો, પરંતુ મેં આવું કરવાનો ઈન્કાર કર્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ક્વિંટન ડિ કોક બિગ બેશમાં રમવા માગતા હતા, પરંતુ આ સમયે જ ભારત અને સાઉથ આફ્રિકાની સીરિઝ રમાશે. સાથે તેમણે કહ્યું કે, અંદાજે 7 મહિના બાદ T20 વર્લ્ડકપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ક્વિંટન ડિ કોલર અમારા માટે સૌથી મહત્વના ખેલાડીમાંથી એક હશે.


