- મોહમ્મદ શમીએ આ વર્લ્ડકપમાં માત્ર 4 મેચમાં 16 વિકેટ લીધી
- આ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ એડમ ઝમ્પાના નામે
- એડમ ઝમ્પા આ વર્લ્ડકપમાં માત્ર 7 મેચમાં 19 વિકેટ લીધી
ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડકપ 2023માં શાનદાર પ્દર્શન કર્યું છે. છેલ્લી ત્રણ મેચમાં 14 વિકેટ લઈને કમાલ કરનાર આ ખતરનાક ખેલાડીએ સાઉથ આફ્રિકા સામેની મેચમાં પણ પોતાની પ્રથમ ઓવરમાં વિકેટ લઈને શરૂઆત કરી હતી. આ ખેલાડીએ વર્લ્ડકપ 2023ની પ્રથમ ચાર મેચ રમી ન હતી. પરંતુ જ્યારે હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામે ઈજાગ્રસ્ત થયો ત્યારે તેની જગ્યા ટીમમાં બની હતી.
આ બોલરોએ માત્ર 4 મેચ રમીને પાછળ છોડી દીધા
મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં પોતાની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. જેમાં તેણે પાંચ વિકેટ ઝડપી હતી. પછી તેણે ઈંગ્લેન્ડ સામે ચાર વિકેટ લીધી અને શ્રીલંકા સામે ફરીથી પાંચ વિકેટ લીધી. આ રીતે તેણે માત્ર ત્રણ મેચમાં 14 વિકેટ ઝડપી હતી. ત્યારપછી સાઉથ આફ્રિકા સામે, તેણે પહેલા એડન માર્કરામ અને પછી રાસી વાન ડેર ડ્યુસેનને આઉટ કરીને બે વિકેટ લીધી હતી. ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે X પર પોસ્ટ કર્યું અને શમીની ઉત્તમ સીમ સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો.
વર્લ્ડકપ 2023ના ટોચના વિકેટ લેનારા
- એડમ ઝમ્પા- 19 વિકેટ (7 મેચ)
- દિલશાન મધુશંકા- 18 વિકેટ (7 મેચ)
- માર્કો જેન્સન – 17 વિકેટ (8 મેચ)
- મોહમ્મદ શમી- 16 વિકેટ (4 મેચ)
- શાહીન આફ્રિદી- 16 વિકેટ (8 મેચ)
વર્લ્ડકપ 2023માં શમી નંબર 1 ભારતીય બોલર
મોહમ્મદ શમીએ આ વર્લ્ડ કપમાં માત્ર 4 મેચમાં 16 વિકેટ લીધી છે. જ્યારે જસપ્રીત બુમરાહના નામે આઠ મેચમાં 14 વિકેટ છે. આ રીતે શમી આ ટૂર્નામેન્ટમાં ભારતનો નંબર 1 બોલર બન્યો છે. તેણે જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધો. તેમજ હવે તે શાહીન આફ્રિદીના સ્તર પર પહોંચી ગયો છે. જો ભારતની વાત કરીએ તો શમીના નામે 16, બુમરાહે 14, રવિન્દ્ર જાડેજાના નામે 14 અને કુલદીપ યાદવે 12 વિકેટ ઝડપી છે.