- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ
- સાઉથ આફ્રિકાના સેન્ચુરિયન સ્ટેડિયમમાં મેચ
- ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ શરૂ થઈ ગઈ છે. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ્સ પાર્કમાં બંને ટીમો આમને-સામને છે. અહીં સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ભારત અને સાઉથ આફ્રિકા ચાર ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી છે. ભારતે રવિન્દ્ર જોડેજાના સ્થાને રવિચંદ્ર અશ્વિનને સ્થાન આપ્યું છે.
આ ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું
ભારત તરફથી ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું છે. તેને ભારતીય વાઇસ કેપ્ટન જસપ્રિત બુમરાહે ભારતીય ટીમની કેપ સોંપી છે. જ્યારે સાઉથ આફ્રિકા તરફથી બે ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે. જેમાં નાન્દ્રે બર્ગર અને ડેવિડ બેડિંગહામનો સમાવેશ થાય છે.
બંને ટીમોના પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, આર. અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.
સાઉથ આફ્રિકા: ડીન એલ્ગર, એડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટેમ્બા બાવુમા (કેપ્ટન), કીગન પીટરસન, ડેવિડ બેડિંગહામ, કાઈલ વેરેન, માર્કો યાન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, કગીસો રબાડા, નાન્દ્રે બર્ગર
પિચ રિપોર્ટ
સેન્ચુરિયનની પિચ સાઉથ આફ્રિકાની સૌથી ફાસ્ટ પિચોમાંથી એક છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદની આગાહી સાથે, આ પિચ ફાસ્ટ બોલરો માટે વધુ મદદરૂપ સાબિત થઈ શકે છે. તેને સાઉથ આફ્રિકાનો ગઢ પણ કહી શકાય છે. અહીં સાઉથ આફ્રિકન ટીમે 28માંથી 22 ટેસ્ટ જીતી છે. જો કે, ભારતીય ટીમે અહીં તેના છેલ્લા પ્રવાસમાં 113 રને વિજય નોંધાવ્યો હતો.


