ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો પહેલો મુકાબલો રાંચીના જેએસસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યો છે. જેમાં ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 349 રન બનાવ્યા છે.
આફ્રિકાનો ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય ભારે પડ્યો
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે જોરદાર વાપસી કરીને વનડેમાં રાંચી ખાતે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટેસ્ટ મેચ 0-2થી હાર્યા બાદ, ભારતીય ટીમ જોરદાર વાપસી કરવા માંગતી હોય હાલ એવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 349 રનનો ટાર્ગેટ આપ્યો છે, જ્યારે ભારત તરફથી બોલિંગમાં હર્ષિત રાણાએ શાનદાર શરૂઆત કરી છે. તેણે ઇનિંગની બીજી અને પહેલી ઓવરમાં રાયન રિકેલ્ટનને ક્લીન બોલ્ડ કર્યો અને પછી ક્વિન્ટન ડી કોકનેની વિકેટ ઉડાવી.
દક્ષિણ આફ્રિકાની નબળી શરૂઆત
દક્ષિણ આફ્રિકાના ઓપનર ખેલાડીઓ સામે ભારતીય બોલરો ખરા અર્થમાં ભારે પડ્યા છે. રાયન રિકેલ્ટન અને ક્વિન્ટન ડી કોક બંને ખેલાડીઓ ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ ગયા છે. એડન માર્કરામન પણ 15 બોલમાં 7 રન બનાવીને અર્શદીપ સિંહની શિકાર બની ગયો. હાલના તબક્કે દક્ષિણ આફ્રિકા ટીમ પર ભારતીય બોલરોનો ભાર સ્પષ્ટપણે વધારે દેખાઈ રહ્યો છે. ભારતીત દર્શકોને પણ પ્રથમ વનડેમાં જીતની આશા લાગી રહી છે.
વિરાટ કોહલીએ 52ની સદી ફટકારી
રાંચી ખાતે વિરાટ કોહલીએ પોતાની 52મી વનડે સદી પૂર્ણ કરી છે. આ મેચમાં કોહલી 120 બોલમાં 135 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. કોહલી ઉપરાંત, રોહિત શર્મા અને કેએલ રાહુલે પણ અડધી સદી ફટકારી હતી. રાહુલે 60 અને રોહિતે 57 રન બનાવ્યા. યશસ્વી જયસ્વાલને નાન્દ્રે બર્ગરની બોલિંગમાં ક્વિન્ટન ડી કોક દ્વારા કેચ મળ્યો. ત્યારબાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 109 બોલમાં બીજી વિકેટ માટે 136 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: શિવગંગામાં બે બસ વચ્ચે અકસ્માત થતા 1 બાળક સહિત 7 લોકોના મોત, 40 ઘાયલ


