ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ODIસીરિઝ એક રોમાંચક પર પહોંચી ગઈ છે.સીરિઝની અંતિમ મેચ જે હાલમાં 1-1 થી બરાબર છે.6 ડિસેમ્બર 2025ના રોજ વિશાખાપટ્ટનમના ડૉ.વાય.એસ.રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.સ્ટેડિયમ હોઉસફૂલ થવાની સંભાવના છે. આ મેચ માટે સૌથી મોટો ડ્રો ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી છે.આ કંઈ નવું નથી.કોહલીનો કરિશ્મા હંમેશા સ્ટેડિયમ ભરવાની ચાવી રહ્યો છે.પરંતુ આ વખતે,તેણે આંધ્ર ક્રિકેટ એસોસિએશનને મોટા નુકસાનથી બચાવ્યું છે.
ચાહકોમાં વિરાટ કોહલીનો ક્રેઝ
આ સીરિઝ અત્યાર સુધી વિરાટ કોહલી માટે શાનદાર રહી છે.તેણે બંને શરૂઆતની મેચમાં સદી ફટકારી છે.આ પ્રદર્શનની વિશાખાપટ્ટનમમાં ટિકિટ વેચાણ પર પણ નોંધપાત્ર અસર પડી છે.મીડિયા રિપોર્ટ અનુસાર રાંચીમાં વિરાટની સદી પછી, વિશાખાપટ્ટનમ મેચ માટે ટિકિટ વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો,જે કોહલીના જાદુનો પુરાવો છે.આ સદીથી અંતિમ મેચ માટે ટિકિટની માંગ આસમાને પહોંચી ગઈ છે.
ટિકિટના ભાવ આસમાને
હકીકતમાં આ મેચ માટે ટિકિટનો પ્રથમ તબક્કો 28 નવેમ્બરના રોજ વેચાણ માટે શરૂ થયો હતો, પરંતુ બહુ ઓછી વેચાઈ હતી.ત્યારબાદ,30 નવેમ્બરના રોજ રાંચીમાં રમાયેલી મેચમાં વિરાટ કોહલીની 135 રનની ઇનિંગ્સ 1 અને 3 ડિસેમ્બરની ટિકિટ ઓનલાઈન ઉપલબ્ધ થયાની થોડી મિનિટોમાં જ વેચાઈ ગઈ.આ મેચની ટિકિટની કિંમત રૂ1,200 થી રૂ18,000 સુધીની હતી.પરંતુ એક પણ ટિકિટ વેચાયા વગર રહી ન હતી.વિરાટની સદીએ બધું બદલી નાખ્યું અને આ મેચ માટે ચાહકોમાં ઉત્સાહ વધાર્યો. સ્થાનિક ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોહલીના ચાહકોએ રાંચીમાં તેની ઇનિંગ્સ જોતાની સાથે જ ટિકિટ ખરીદવાનું શરૂ કરી દીધું હતું.હવે,ચાહકો તેની પાસેથી બીજી સદીની આશા રાખી રહ્યા છે.
વિશાખાપટ્ટનમમાં વિરાટનો રેકોર્ડ
વિરાટ કોહલી માટે આ મેદાન ખૂબ જ ખાસ રહ્યું છે. તેણે અત્યાર સુધીમાં અહીં 7 ODI રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 97.83 ની સરેરાશથી 587 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. વધુમાં, તેણે વિશાખાપટ્ટનમમાં બે ટેસ્ટ મેચમાં 299 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.


