ગંગા અને વરુણ નદીઓના વધતા જળસ્તરને કારણે વારણસીમાં પૂરે વિનોશ કરી મૂક્યો છે. કેન, બેતવા અને ચંબલ બંધમાંથી છોડવામાં આવેલા પાણીથી પરિસ્થિતિ ગંભીર બની છે. વણકરોના ઝૂંપડાઓ ડૂબી ગયા છે. લોકો પોતાના ઘર છોડીને સ્થળાંતર કરી રહ્યા છે. ગરીબો, નજૂરો અને બાળકો ખોરાક અને સુરક્ષાના સંકટનો સામનો કરી રહ્યા છે. જેને લઈને વહિવટી તંત્ર સતર્ક બન્યું છે.
10 લાખ ક્યૂસેટ પાણી છોડવામાં આવ્યું
ફરી એકવાર, ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં ગંગા નદીના પૂરે તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ અને પર્વતો પર સતત પાણી પડવાને કારણે કેન, બેતવા અને ચંબલ નદીઓના બંધોમાંથી 10 લાખ ક્યૂસેટ પાણી છોડવામાં આવ્યું છે. આ જળસ્તર આગામી 2થી 3 દિવસમાં પ્રયાગરાજ થઈને વારાણસી પહોંચશે. પછી તે મિર્ઝાપુર અને બલિયા તરફ વધશે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આ વખતે વારાણસીમાં 1978ના ભયાનક પૂરનો રેકોર્ડ પણ તૂટી શકે છે.
વહીવટીતંત્રે તાત્કાલિક પગલાં લેવા પડશે
ગંગાનદીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે અને તે રેડ એલર્ડની નજીક છે. માત્ર એક મીટર નીચે વહેતી ગંગાનદીએ વરુણા નદીમાં વિપરીત પ્રવાહ શરૂ કર્યો છે. જેના કારણે તેનું પાણીનું સ્તર પણ ભયના સ્તર સુધી પહોંચી ગયું છે. આની અસર એવી થશે કે, પૂરના પાણી વરૂણા નદીના કિનારે આવેલી રહેઠાણોમાં ઘૂસી શકે છે. અને વરુણા કોરિડોર સહિત આસપાસના વિસ્તારો ડૂબી ગયા છે. ભૂતપૂર્વ કાઉન્સિલર ઇમ્તિયાઝુદ્દીને જણાવ્યું હતું કે કમિશનર સાથેની બેઠકમાં ઘરો ખાલી કરવાની અપીલ કરવામાં આવી છે કારણ કે પૂરનું સ્તર 1978 કરતા વધુ હોઈ શકે છે અને રાહત શિબિરો પણ ડૂબી જવાની આરે છે. પરિસ્થિતિ ભયાનક બની રહી છે અને વહીવટીતંત્રે તાત્કાલિક પગલાં લેવા પડશે.