- પીએમ મોદીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અને મંદિરોમાં તોડફોડએ મુદ્દે સ્પષ્ટ સંદેશો આપ્યો
- ભારતની શાંતિ પ્રત્યે પ્રતિબદ્ધતા છે, તે અમારા સંસ્કાર છેઃ પીએમ
- અમે માનવજાતના કલ્યાણ વિશે વિચારનારા લોકો છીએઃ પીએમ
આઝાદીની 78મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ લાલા કિલ્લા પરથી આજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અને મંદિરોમાં તોડફોડ સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર સ્પષ્ટ સંદેશો આપ્યો છે. પીએમ મોદીએ શેખ હસીનાનું નામ લીધા વિના તેમણે સ્પષ્ટ કહ્યું કે, બાંગ્લાદેશમાં જે પણ થયું તેને લઈ પાડોશી દેશ તરીકે ચિંતા કરવી યોગ્ય છે.
બાંગ્લાદેશમાં સ્થિતિ જલ્દી જ સામાન્ય થઈ જશે: પીએમ
પીએમએ કહ્યું કે, હું આ સમજી શકું છું. મને આશા છે કે ત્યાંની સ્થિતિ જલ્દી જ સામાન્ય થઈ જશે. ખાસ કરીને 140 કરોડ દેશવાસીઓની ચિંતા એ છે કે ત્યાં હિન્દુ અને લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. ભારત હંમેશા ઈચ્છે છે કે આપણા પાડોશી દેશો સુખ અને શાંતિના માર્ગે ચાલે. જલ્દી જ બાંગ્લાદેશ વિકાસના માર્ગ પર ચાલશે.
પીએમ મોદીએ વિકસિત ભારત 2047 પર ભાર મૂક્યો
જો કે, પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે, ભારતની શાંતિ પ્રત્યે પ્રતિબદ્ધતા છે, તે અમારા સંસ્કાર છે. અમે આગામી દિવસોમાં બાંગ્લાદેશની વિકાસ યાત્રામાં હંમેશા અમારો સારો ઈરાદો રહેશે, કારણ કે અમે માનવજાતના કલ્યાણ વિશે વિચારનારા લોકો છીએ. નોંધનીય છે કે, વડાપ્રધાને આજે 11મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ધ્વજ ફરકાવ્યો છે. તેમના સંબોધનમાં તેમણે વિકસિત ભારત 2047 પર ભાર મૂક્યો હતો.
બાંગ્લાદેશમાં હિન્દુ અને લઘુમતી સમુદાયો પર હુમલા
બાંગ્લાદેશમાં તાજેતરમાં વડાપ્રધાન શેખ હસીનાએ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ઘણા હિન્દુ મંદિરો, હિન્દુ સમુદાયના લોકોના ઘરો અને દુકાનોમાં તોડફોડ અને હિંસાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.


