By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    17 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Independence Day: ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ કોણે આપ્યું? જાણો તેની પાછળની કહાની
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Independence Day: ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ કોણે આપ્યું? જાણો તેની પાછળની કહાની

agragujaratnews
Last updated: 2024/08/11 at 10:48 PM
2 years ago
Share
Independence Day: ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ કોણે આપ્યું? જાણો તેની પાછળની કહાની
SHARE

  • 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશને આઝાદી મળી હતી
  • સુભાષચંદ્ર બોઝે સૌપ્રથમવાર ગાંધીજીને રાષ્ટ્રપિતા કહ્યા હતા
  • સુભાષબાબું અને ગાંધીજી વચ્ચે મતભેદ હોવા છતાં રાષ્ટ્રપિતા કહ્યા

15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતે બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી હતી.પરંતુ આ આઝાદી પાછળ સેંકડો લોકોનો સંઘર્ષ હતો. ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. પરંતુ તે લડવૈયાઓમાંના એકને ‘રાષ્ટ્રપિતા’નો દરજ્જો મળ્યો છે. ચાલો જાણીએ કે મહાત્મા ગાંધીને સૌથી પહેલા કોણે રાષ્ટ્રપિતા કહ્યા હતા.

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. પોતાના અહિંસક વિચારોથી તેમણે સમગ્ર વિશ્વની વિચારસરણી બદલી નાખી. ગાંધીજીએ સ્વતંત્રતા અને શાંતિ માટે શરૂ કરેલી પહેલોએ ભારત અને સાઉથ આફ્રિકામાં અનેક ઐતિહાસિક ચળવળોને નવી દિશા આપી હતી. તેમનો પ્રથમ સત્યાગ્રહ 1917માં બિહારના ચંપારણ જિલ્લામાંથી શરૂ થયો હતો. ત્યારથી મહાત્મા ગાંધી ભારતીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિત્વ બની ગયા.

મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કોણે કહ્યા?

એક સામાન્ય અભિપ્રાય છે કે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નેહરુએ મહાત્મા ગાંધીને સૌપ્રથમવાર રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા. અહેવાલ મુજબ, ગાંધીજીના મૃત્યુ પછી, ભારતના તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ રેડિયો દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને કહ્યું હતું કે ‘રાષ્ટ્રપિતા હવે નથી’. પરંતુ તેમના પહેલા કોંગ્રેસના અન્ય એક નેતાએ મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ કહ્યા હતા. જેમનું નામ સુભાષચંદ્ર બોઝ છે. રસપ્રદ વાત એ છે કે, નેતાજી બોઝના કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું મુખ્ય કારણ પરોક્ષ રીતે મહાત્મા ગાંધી હતા.

નેતાજી બોઝની જીતને મહાત્મા ગાંધીની હાર માનવામાં આવતી હતી.

જાન્યુઆરી 1939માં કોંગ્રેસના અધિવેશનમાં પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાવાની હતી. છેલ્લી વખત એટલે કે 1938માં સુભાષ ચંદ્ર બોઝ બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ વખતે પણ તેઓ પ્રમુખ પદ માટે દાવો કરી રહ્યા હતા. જોકે, મહાત્મા ગાંધી આ વાત સાથે સહમત ન હતા. તેઓ ઈચ્છતા હતા કે જવાહર લાલ નેહરુ પ્રમુખ પદ માટે તેમનું નામ આગળ ધપાવે. નેહરુના ઇનકાર પછી, તેમણે મૌલાના અબુલ કલામ આઝાદને વિનંતી કરી. પરંતુ મૌલાના સ્વાસ્થ્યના કારણોસર પીછેહઠ કરી હતી. અંતે મહાત્મા ગાંધીએ આંધ્રપ્રદેશથી આવેલા પટ્ટાભી સીતારમૈયાને પ્રમુખ પદ માટે આગળ કર્યા હતા.

સુભાષચંદ્ર બોઝ ચૂંટણી જીત્યા છતા આપ્યું રાજીનામું

ગાંધીજીના સમર્થન છતાં, 29 જાન્યુઆરી, 1939ના રોજ યોજાયેલી ચૂંટણીમાં પટ્ટાભી સીતારામૈયાને 1377 મત મળ્યા હતા. જ્યારે નેતાજી બોઝને 1580 મળ્યા હતા. તે સમય સુધી, જવાહરલાલ નેહરુને બાદ કરતાં, કોઈ પણ પ્રમુખને સતત બીજી મુદત મળી ન હતી. પટ્ટાભી સીતારામૈયાની હારને ગાંધીજીની હાર તરીકે જોવામાં આવી હતી.

પરંતુ મામલો અહીં પૂરો ન થયો. આગામી મહિને 20-21 ફેબ્રુઆરી 1939ના રોજ વર્ધામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. સુભાષબાબુ તબિયતના કારણોસર હાજર રહી શક્યા ન હતા. તેમણે પટેલને વાર્ષિક સંમેલન સુધી સભા મુલતવી રાખવા જણાવ્યું હતું. આના પર સરદાર પટેલ અને જવાહર લાલ નેહરુ સહિત 13 સભ્યોએ સુભાષબાબુ પર સરમુખત્યારશાહીનો આરોપ લગાવીને કાર્યકારી સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમનો આરોપ હતો કે બોઝ તેમની ગેરહાજરીમાં કોંગ્રેસનું સામાન્ય કામ કરવા દેતા ન હતા.

ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ કોણે આપ્યું?

સુભાષ બોઝ ગાંધીજીને ખૂબ માન આપતા. પરંતુ તેમના માટે ગાંધીજીની ઈચ્છા એ અંતિમ નિર્ણય ન હતો. 1940માં કોંગ્રેસની યોજનાઓથી દૂર કામ કરી રહેલા સુભાષ બાબુની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીજીએ 9 જુલાઈ, 1940ના રોજ સેવાગ્રામમાં કહ્યું હતું કે, ‘સુભાષ બાબુ જેવા મહાન વ્યક્તિની ધરપકડ એ કોઈ નાનીસૂની વાત નથી, પરંતુ સુભાષબાબુએ ખૂબ સમજણ અને હિંમતથી તેમની લડાઈનું આયોજન કર્યું છે.’

અંગ્રેજોના ચુંગાલમાંથી છટકીને સુભાષચંદ્ર બોઝ જુલાઈ 1943માં જર્મનીથી જાપાનના નિયંત્રણ હેઠળના સિંગાપોર પહોંચ્યા હતા. 4 જૂન, 1944ના રોજ, સુભાષ ચંદ્ર બોઝે સિંગાપોર રેડિયો પરથી એક સંદેશ પ્રસારિત કર્યો અને મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા. સુભાષ બોઝે કહ્યું, ‘ભારતની આઝાદીની છેલ્લી લડાઈ શરૂ થઈ ગઈ છે. જ્યાં સુધી અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવામાં ન આવે ત્યાં સુધી આ સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રહેશે.’ થોડીવાર રોકાઈને તેમણે કહ્યું, ‘રાષ્ટ્રપિતા, અમે ભારતની આઝાદીની લડાઈમાં તમારા આશીર્વાદ માંગીએ છીએ.’ વિમાન દુર્ઘટનામાં સુભાષ બોઝના મૃત્યુના સમાચાર પર ગાંધીજીએ કહ્યું હતું કે, ‘તેમના જેવો દેશભક્ત બીજો કોઈ નથી, તેઓ દેશના રાજકુમાર હતા.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
રાજકોટ

રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન

Editor By Editor 17 hours ago
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
જમીન-સસ્તો ફલેટ અપાવવાની લાલચ આપી આંગડીયાના વેપારી સાથે ૪૧ કરોડની ઠગાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?