- CPIના મહાસચિવ ડી રાજાએ કરી જાહેરાત
- એની રાજા બનશે વાયનાડ પર CPIના ઉમેદવાર
- સીટ શેરિંગ પર કોંગ્રેસ-CPI વચ્ચે ન થયું સમાધાન
કેરળની જે વાયનાડ બેઠક પરથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાંસદ છે ત્યાં પણ INDI ગઠબંધન નથી ટકી શક્યું. ગઠબંધનમાં સામેલ CPI એ આ બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. CPIએ વાયનાડ લોકસભા બેઠક પરથી એની રાજાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. CPIના મહાસચિવ ડી રાજાએ આ માહિતી આપી છે. ડી રાજાની પત્ની એની CPMની રાષ્ટ્રીય મહિલા સમાખ્યા મહાસચિવ છે. એનીએ પહેલા જ કહ્યું હતું કે વાયનાડમાં પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડે તેવી શક્યતા છે.
વાયનાડ બેઠક પર હતી CPIની નજર
રાહુલ ગાંધીના ગઢ વાયનાદ પર CPIની પહેલેથી જ નજર હતી. કેરળમાં સહયોગી કોંગ્રેસની સાથે સીટ શેરિંગના સમાધાન પર અનેક ચર્ચાઓ થવા છતાં કોઈ સહમતી ન બની રહી હતી. કેરળમાં સત્તાધારી LDFએ ચાર લોકસભા બેઠકો માંથી વાયનાદની પસંદગી કરી હતી, જ્યાં વામ પક્ષોના ઉમેદવારો ચૂંટણી લડવાના હતા. રાહુલ ગાંધીની વાયનાડ બેઠકથી જો CPI ચૂંટણી લડે છે તો પછી રાહુલ ગાંધી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે હજુ સ્પષ્ટ નથી. CPMના જનરલ સેક્રેટરી ડી રાજાએ 6 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસે તેમને વાયનાડ છોડવા માટે કહ્યું તે અંગે કોઈ ચર્ચા થઈ નથી પરંતુ તેમણે આ શક્યતાને નકારી ન હતી.
શું છે વાયનાડ બેઠકનો રાજકીય ઇતિહાસ કેવો રહ્યો છે?
ડી રાજાએ ત્યારે કહ્યું હતું કે વાયનાડ એ ચાર લોકસભા બેઠકોમાંથી એક છે જે CPMને LDFની અંદર બેઠક વહેંચણીના સોદાના ભાગરૂપે મળી હતી. તેમણે કહ્યું હતું કે હાલમાં આ અંગે કોઈ સહમતિ સધાઈ નથી. જણાવી દઈએ કે, 2019માં રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પર બીજા ક્રમે રહેલા CPM ના ઉમેદવાર સામે 4 લાખથી વધુ વોટથી જીત મેળવી હતી. કોંગ્રેસે 2009 અને 2014માં પણ આ સીટ જીતી હતી, બંને વખત સીપીએમ બીજા ક્રમે રહી હતી.


