- ઇન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઇન્સ એસો. ઓફ ઇન્ડિયાના રિપોર્ટ
- એકલા આલ્કોહોલિક પીણાં પરની કસ્ટમ્સ ડયૂટી રૂ. 2,400 કરોડ
- ISWAI ભારતમાં વૈશ્વિક લિકર કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે
ભારતની આલ્કોહોલિક બેવરેજ ઇન્ડસ્ટ્રી આગામી પાંચ વર્ષમાં 64 અબજ ડોલર (અંદાજે 5,324 અબજ રૂપિયા)નું માર્કેટ બની શકે છે, તેમ ઇન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઇન્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (ISWAI)ના એક રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટમાં ભારતને ટૂંકાથી મધ્યમ ગાળામાં વૈશ્વિક બજારની આવકમાં પાંચમા સૌથી મોટા કોન્ટ્રીબ્યૂટર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. 2021માં આલ્કોબેવ ઇન્ડસ્ટ્રીની અંદાજિત માર્કેટ સાઇઝ 52.4 અબજ ડોલર બિલિયન હતું, જે દેશના નોમિનલ જીડીપીના લગભગ 2 ટકા હતું, એમ ‘ઇકોનોમિક વેલ્યૂ ઓફ ધ ઇન્ડિયન આલ્કોહોલિક બેવરેજ ઇન્ડસ્ટ્રી’ ટાઇટલ સાથેના રિપોર્ટમાં જણાવાયું છે.
રિપોર્ટ મુજબ અનુમાન સૂચવે છે કે ભારતીય આલ્કોહોલિક પીણાં ઉદ્યોગ આગામી પાંચ વર્ષમાં 64 અબજ ડોલર સુધી પહોંચી શકે છે, જે ટૂંકાથી મધ્યમ ગાળામાં વૈશ્વિક બજારની આવકમાં પાંચમા સૌથી મોટા કોન્ટ્રીબ્યૂટર તરીકે ભારતનું સ્થાન સુનિશ્ચિત કરે છે. નાણાકીય વર્ષ 2021માં આ ઉદ્યોગે રાજ્ય સરકારોને પરોક્ષ કરવેરામાં 2.4 લાખ કરોડ રૂપિયાનું નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
એકલા આલ્કોહોલિક પીણાં પરની કસ્ટમ્સ ડયૂટી રૂ. 2,400 કરોડ છે. દારૂની આવક ભારતના નોમિનલ જીડીપીના 1.2 ટકા, કુલ કરવેરા વસૂલાતના 7.7 ટકા અને દેશની પરોક્ષ કરવેરા આવકના 11.7 ટકા થાય છે. આ સેક્ટર રાજ્યોની પોતાની એકંદર કરવેરા આવકમાં 24.6 ટકાનો નોંધપાત્ર ફાળો આપે છે. ISWAI ભારતમાં વૈશ્વિક લિકર કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેના સભ્યોમાં બેકાર્ડી, બીમ સનટોરી, બ્રાઉન ફેરમેન, કેમ્પારી ગ્રુપ, ડાયજિયો-યુનાઇટેડ સ્પિરિટ્સ, મોટ હેનેસી, પેર્નોડ રિકાર્ડ અને વિલિયમ ગ્રાન્ટ એન્ડ સન્સ જેવા સ્પિરિટ એન્ડ વાઇન ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ લીડર્સનો સમાવેશ થાય છે.