- ભારત-દ. કોરિયાના રાજનૈતિક સંબંધોના 50 વર્ષ
- પીએમ મોદીએ પાઠવી શુભકામના
- ટ્વિટ કરીને રાષ્ટ્રપતિ યુન સુક યેઓલને શુભેચ્છાઓ પાઠવી
ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે રાજનૈતિક સંબંધના 50 વર્ષ પૂરા થયા છે. આ વચ્ચે પીએમ મોદી ભારત અને દક્ષિણ કોરિયાના રાજનૈતિક સંબંધને લઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના સંબંધોની પ્રશંસા કરતા તેને પરસ્પર આદર, સહિયારા મૂલ્યો અને વધતી ભાગીદારીની યાત્રા ગણાવી હતી.
રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ
પીએમ મોદીએ X પર લખ્યું- ‘અમે ભારત અને રિપબ્લિક ઓફ કોરિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. તે પરસ્પર આદર, સહિયારા મૂલ્યો અને વધતી ભાગીદારીની યાત્રા રહી છે.
રાષ્ટ્રપતિ યુન સુક યેઓલને શુભેચ્છાઓ પાઠવી
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલને અભિનંદન આપતા વડાપ્રધાને કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા તેમની સાથે મળીને કામ કરવા આતુર છે.
દક્ષિણ કોરિયા 4 અબજ યુએસ ડોલર આપશે
સપ્ટેમ્બરની શરૂઆતમાં, દક્ષિણ કોરિયાના રાજદૂત ચાંગ જે-બોકે જાહેરાત કરી હતી કે દક્ષિણ કોરિયા ઉચ્ચ મૂલ્યના પ્રોજેક્ટ્સ માટે આગામી ત્રણ વર્ષમાં ભારતને US $4 બિલિયન આપશે.


