- ભારતીય ટીમે અફઘાનિસ્તાનને બે સુપર ઓવર બાદ હરાવ્યું
- વિશેષ યાદીમાં ભારત વિશ્વની નંબર 1 ટીમ પણ બની
- અફઘાનિસ્તાનને ક્લીન સ્વીપ કરીને આ મામલે નંબર 1 પર પહોંચ્યું ભારત
ભારતીય ટીમે ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં અફઘાનિસ્તાનને બે સુપર ઓવર બાદ હરાવ્યું અને સિરીઝ 3-0થી જીતી લીધી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ન માત્ર સિરીઝ જીતી પરંતુ પાકિસ્તાનને પણ હરાવ્યું. એટલે કે ટીમ ઈન્ડિયાએ એક કાંકરે બે પક્ષી માર્યા. આ જીત સાથે ભારતીય ટીમ એક વિશેષ યાદીમાં વિશ્વની નંબર 1 ટીમ પણ બની ગઈ છે. ભારતીય ટીમે અફઘાનિસ્તાનનો ક્લીન સ્વીપ કર્યો અને ટી20 ઈન્ટરનેશનલમાં આ તેની 9મી ક્લીન સ્વીપ હતી.
નંબર 1 બની ભારતીય ટીમ
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભારત અને પાકિસ્તાનની ટીમો T20 ઈન્ટરનેશનલમાં 8-8 ક્લીન સ્વીપ સાથે ટોપ પર હતી. આ બંને ટીમોએ T20 દ્વિપક્ષીય સિરીઝમાં 8-8થી ક્લીન સ્વીપ કર્યું હતું. હવે ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાનને ક્લીન સ્વીપ કરીને આ મામલે નંબર 1 પર પહોંચી ગઈ છે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડકપ 2024 પહેલા તેની છેલ્લી સિરીઝ પણ જીતની નોંધ પર સમાપ્ત કરી દીધી છે.
T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાના ક્લીન સ્વીપ
- 2015-16: ભારતે ઓસ્ટ્રેલિયાને 3-0થી હરાવ્યું
- 2017-18- ભારતે શ્રીલંકાને 3-0થી હરાવ્યું
- 2018-19- ભારતે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું
- 2019-20- ભારતે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું
- 2019-20- ભારતે ન્યુઝીલેન્ડને 5-0થી હરાવ્યું
- 2021-22- ભારતે ન્યુઝીલેન્ડને 3-0થી હરાવ્યું
- 2021-22- ભારતે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું
- 2021-22- ભારતે શ્રીલંકાને 3-0થી હરાવ્યું
- 2024- ભારતે અફઘાનિસ્તાનને 3-0થી હરાવ્યું
અહીં પણ ભારત નંબર 1 છે
ટીમ ઈન્ડિયા એવી ટીમ પણ છે જેણે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ મેચ જીતી છે. ભારતે અત્યાર સુધીમાં 140 T20 આંતરરાષ્ટ્રીય મેચો જીતી છે. આ મામલે પણ ભારતે તાજેતરમાં પાકિસ્તાનને પાછળ છોડી દીધું હતું. પાકિસ્તાનની ટીમે 135 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે. જ્યારે ટી20 ટીમ રેન્કિંગમાં પણ ભારત નંબર 1 પર છે. એટલે કે એકંદરે ભારતીય ટીમ હાલમાં વિશ્વની નંબર 1 T20 ટીમ છે.


