ભારત દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો આયાતકાર દેશ
Updated: Nov 9th, 2023
India Import Crude Oil From Russia : રશિયા-યુક્રેન યુદ્ધથી ભારતને ક્રૂડ ઓઈલની ખરીદીમાં મોટો ફાયદો થયો છે. આ યુદ્ધની શરૂઆતથી જ ભારત રશિયા પાસેથી મોટી માત્રમાં રાહત ભાવે ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ મહિનામાં ભારતીય ઓઇલ રિફાઇનિંગ કંપનીઓએ રશિયાથી સસ્તા તેલની આયાત કરી અબજો ડોલરથી વધુની બચત કરી છે.
ભારત દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો આયાતકાર દેશ
ભારત દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો આયાતકાર દેશ છે. ભારત તેની કુલ જરૂરતના 85 ટકાથી વધુ કાચું તેલ આયાત કરે છે. જો કિંમતને ઘ્યાને લઇને જોવામાં આવે તો ભારત ટ્રેડ વ્યાપારથી યાદીમાં સૌથી ઉપરના સ્થાને છે.
સસ્તા તેલની આયાત કરી લગભગ 274 અબજ રૂપિયાની બચત થઈ
એક અહેવાલ અનુસાર, ભારત સરકારના ઓફીશીયલ ટ્રેડ ડેટાના જાણકારે આપેલી માહિતી પરથી જાણવા મળ્યું છે કે, ભારતીય રિફાઇનિંગ કંપનીઓએ રશિયાથી સસ્તા તેલની આયાત કરી લગભગ 274 અબજ રૂપિયાની બચત કરી છે.
છ મહિનામાં ભારતે લગભગ 630 કરોડ ડોલરના ક્રૂડ ઓઈલની આયાત કરી
રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023-24ના પહેલા છ મહિનામાં ભારતે લગભગ 630 કરોડ ડોલરના ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. ભારત જે ક્રૂડ ઓઈલ રશિયા પાસેથી આયાત કરે છે તે જો રશિયાને બદલે અન્ય કોઈ દેશથી આયાત કરવામાં આવ્યું હોત તો ભારતે તે જ તેલ માટે અંદાજે 67.14 અબજ ડોલર ચૂકવવા પડ્યા હોત. જથ્થાની વાત કરીએ તો, ભારતે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે રશિયા પાસેથી કુલ 80 કરોડ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. એપ્રિલ-સપ્ટેમ્બરની વચ્ચે, ભારતે રશિયા પાસેથી લગભગ 220 કરોડ ડોલરનું તેલ આયાત કર્યું. જ્યારે જથ્થાની વાત કરીએ તો ભારતે રશિયા પાસેથી 30 કરોડ બેરલ તેલની આયાત કરી છે.